PM મોદીના નામે વધુ એક સિદ્ધિ, ભૂટાને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન કર્યું એનાયત
ભૂટાન,22 માર્ચ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનારા પ્રથમ વિદેશી સરકારના વડા બન્યા છે. ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે પીએમ મોદીને ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો’થી સન્માનિત કર્યા.
પીએમ મોદી ભૂટાનની બે દિવસીય મુલાકાતે છે. શુક્રવારે તેઓ રાજધાની થિમ્પુના તાશિચો ઝોંગ પેલેસ પહોંચ્યા હતા. અહીં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેઓ ભૂટાનના રાજા જિગ્મે વાંગચુકને મળ્યા હતા. આ પહેલા વડાપ્રધાન શેરિંગ તોબગેએ પારો એરપોર્ટ પર ગળે મળીને તેમનું સ્વાગત કર્યું હતું. તોબગેએ મોદીને કહ્યું, “સ્વાગત છે, મારા મોટા ભાઈ.”
#WATCH थिम्पू, भूटान: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, “आज एक भारतीय के नाते मेरे जीवन का बहुत बड़ा दिन है, आपने मुझे भूटान के सर्वोच्च राष्ट्रीय पुरस्कार से सम्मानित किया है। हर पुरस्कार अपने आप में विशेष होता ही है लेकिन जब किसी अन्य देश से पुरस्कार मिलता है तो यह महसूस होता… https://t.co/Z9QltYZXnt pic.twitter.com/y1J9UOb109
— ANI_HindiNews (@AHindinews) March 22, 2024
ભૂટાનના રાજા દ્વારા ‘સર્વોચ્ચ નાગરિક સન્માન’થી સન્માનિત થયા બાદ પીએમ મોદીએ કહ્યું, “આજનો દિવસ એક ભારતીય તરીકે મારા જીવનનો સૌથી મોટો દિવસ છે, તમે મને ભૂટાનના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા છે. દરેક પુરસ્કાર પોતે જ ચોક્કસપણે ખાસ છે પરંતુ જ્યારે અમને બીજા દેશ તરફથી એવોર્ડ મળે છે, ત્યારે અમને લાગે છે કે અમારા બંને દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યા છે.
#WATCH थिम्पू, भूटान: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, “140 करोड़ भारतवासी जानते हैं कि भूटान के लोग उनके अपने परिवार के सदस्य हैं, भूटान के लोग भी यह जानते हैं और मानते हैं कि भारत उनका परिवार है। हमारे संबंध, मित्रता, आपसी सहयोग और विश्वास अटूट है। इसलिए मेरे लिए आज का यह दिन… pic.twitter.com/aUoNqgY3Jo
— ANI_HindiNews (@AHindinews) March 22, 2024
કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “140 કરોડ ભારતીયો જાણે છે કે ભૂટાનના લોકો તેમના જ પરિવારના સભ્યો છે. ભૂટાનના લોકો પણ આ વાત જાણે છે અને માને છે કે ભારત તેમનો પરિવાર છે. અમારા સંબંધો, મિત્રતા, પરસ્પર સહયોગ અને અતૂટ વિશ્વાસ પર બંધાયેલા છે. તેથી જ આજનો દિવસ મારા માટે ખૂબ જ ખાસ છે.”
#WATCH थिम्पू, भूटान: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, “भारत और भूटान एक साझी विरासत का हिस्सा है। भारत भगवान बुद्ध की भूमि है, उनकी तपोस्थली है। भारत वह भूमि है जहां बुद्ध को बोध प्राप्त हुआ था। भूटान ने भगवान बुद्ध की उन शिक्षाओं को आत्मसात किया, उन्हें संरक्षित किया…” pic.twitter.com/pYo8WftlBu
— ANI_HindiNews (@AHindinews) March 22, 2024
વડા પ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, “ભારત અને ભૂટાન એક સમાન વારસો ધરાવે છે. ભારત ભગવાન બુદ્ધની ભૂમિ છે, તેમનું નિવાસસ્થાન છે. ભારત એ એવી ભૂમિ છે જ્યાં બુદ્ધે જ્ઞાન મેળવ્યું હતું. ભૂટાને ભગવાન બુદ્ધના આ ઉપદેશોને આત્મસાત કરી તેને સાચવ્યા છે.”