ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

નીરજ ચોપરાની વધુ એક સિદ્ધિ, ફેડરેશન કપમાં ગોલ્ડ જીત્યો

Text To Speech

ભુવનેશ્વર, 15 મેઃ ભાલાફેંક (જેવલિન થ્રો)માં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના નામના અપાવનાર નીરજ ચોપરાની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે. તેણે ઓડિશાના ભુવનેશ્વરમાં ચાલી રહેલા ફેડરેશન કપની ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર નીરજે ફેડરેશન કપની ફાઈનલ ઈવેન્ટમાં 82.27 મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ પરનો દાવો મજબૂત કરી દીધો હતો. 3 વર્ષમાં ભારતમાં નીરજની આ પ્રથમ આ ટુર્નામેન્ટમાં નીરજ ઉપરાંત કિશોર જેના અને ડીપી મનુએ પણ ભાલા ફેંક ઈવેન્ટમાં ભાગ લીધો હતો.

નીરજ ચોપરા અને કિશોર જેના પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે. આ જ કારણ હતું કે બંનેને સીધી ફાઈનલમાં જગ્યા મળી હતી. નીરજ અને મનુ પછી ઉત્તમ પાટીલ ત્રીજા ક્રમે છે. તેણે 78.39 મીટર બરછી ફેંકી અને બ્રોન્ઝ મેડલ જીત્યો.

નીરજ તાજેતરમાં દોહા ડાયમંડ લીગ રમ્યો હતો, જેમાં તે માત્ર 0.02 સેમીથી ગોલ્ડ ચૂક્યો હતો અને બીજા ક્રમે રહ્યો હતો. આ લીગમાં નીરજે છઠ્ઠા પ્રયાસમાં 88.36 મીટરની ભાલા ફેંકી હતી, જે તેનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. ચેક રિપબ્લિકના જેકબ વાડલેચ (88.38 મીટર) પ્રથમ અને એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) ત્રીજા ક્રમે રહ્યા હતા.

નીરજ સતત ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે. આ જ કારણ છે કે તેણે આ લીગમાં પોતાના પર વધારે દબાણ નથી કર્યું. ભુવનેશ્વરમાં પણ તેણે છેલ્લા બે થ્રો છોડી દીધા હતા. ચોથી ફેંક્યા પછી જ તેણે પોતાનો સામાન પેક કર્યો. હવે નીરજ ફરી એકવાર 28મી મેના રોજ મેદાનમાં ઉતરશે. તે સ્લોવાકિયાના ઓસ્ટ્રાવા ખાતે યોજાનારી ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

આ પણ વાંચોઃ માહીને કેમ અમેરિકાનું એક ખાસ સ્થળ વેકેશન ગાળવા માટે બહુ ગમે છે?

Back to top button