ગુજરાત માટે રોડ અકસ્માત સંદર્ભે આજનો દિવસ ગોઝારો રહ્યો, વહેલી સવારે અમદાવાદ – રાજકોટ હાઇવે પર લીંબડી પાસે થયેલ અકસ્માત 4 નવ યુવાનોને ભરખી ગયો તો આથમતા દિવસે નવસારી પાસે સર્જાયેલ અકસ્માતે રોડ પર મોતનું તાંડવ કર્યુ અને એક જ પરિવારનાં 5 સભ્યોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા.
પ્રાપ્ત વિગત અનુસાર, નવસારીના કસ્બા ધોળાપીપળા માર્ગ પર પુરપાટ ઝડપે જતા કન્ટેનરે કારને અડફેટે લેતા 5 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. અકસ્માત એટલો ભયવાહ હતો કે કન્ટેનરની નીચે ઈકો કાર ફલ્ટે થઇ ઘૂસી ગઇ હતી. અકસ્માત સમયે કારમા સવાર પરિવારની ચીચીયારીથી વાતાવરણ પણ મરસ્યુ બની ગયું હતું.
ગોઝારી ઘટનામાં કન્ટેનરની અડફેટે કારનો ભુક્કો થઈ જતા ઈકો ગાડીમાં સવાર 5 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે. ઘટનાની જાણ થતા ગ્રામ્ય પોલીસની ટીમ પહોચી છે. કાર એટલી ખરાબ રીતે કન્ટેનર નીચે ઘૂસી ગઇ હતી કે મૃતદેહને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા.
ચીખલી તાલુકાના સમરોલી ગામના પટેલ પરિવારમાં 25મી તારીખે લગ્ન યોજાવવાના હતા જે પહેલા આ દુર્ઘટના બનતા પરિવારમાં માતમનો માહોલ છવાયો છે. અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા તેમાં મીનાક્ષી પ્રફુલ પટેલ, પ્રફુલ લલ્લુ પટેલ, રોનક કાન્તી પટેલ, શિવ પ્રફુલ પટેલ અને મનીષા મુકેશ પટેલ સમાવેશ થાય છે. પરિવારમાં લગ્ન પ્રસંગ હોય જેને તૈયારીને લઈ બહાર ગયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. અકસ્માતમાં કન્યા અને વરરાજાના ભાઈનું પણ મોત થયું છે.