વંદે ભારત ટ્રેનને વાપી અને સંજાણ વચ્ચે નડ્યો વધુ એક અકસ્માત
ગુજરાતમાં હાલમાં જ શરુ કરવામાં આવેલી વંદે ભારત ટ્રેન તેની સુવિધાઓ કરતાં તેને નડતા અકસ્માતને લઈને ઘણી પ્રખ્યાત છે. આ ટ્રેનનાં ઉદ્દઘાટન કર્યાનાં થોડા દિવસો બાદ સળંગ 3 દિવસ તેને અકસ્માત નડ્યો હતો. હવે આજે ફરીથી આ ટ્રેનનો ફરી અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાંચો : PM મોદીના રોડ શોમાં એમ્બ્યુલન્સ આવી, કાફલાને રોકી આપ્યો રસ્તો, જુઓ VIDEO
વાપીમાં કોઈ પશુ વચ્ચે આવી ગયું હોવાથી થયો આ અકસ્માત
વંદે ભારત ટ્રેનને આજે વાપી અને સંજાણ વચ્ચે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત કોઈ પશુ વચ્ચે આવી ગયું હોવાથી થયો હોવાનું અનુમાન છે. અકસ્માતને કારણે ટ્રેનને સામાન્ય મરામત માટે રોકવી પડી છે, તેવા સમાચાર પણ મળ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રેનને અગાઉ પણ પશુ વચ્ચે આવી જવાથી અકસ્માત નડ્યો છે.
અગાઉ સળંગ ત્રણ વખત નડ્યા છે અકસ્માત
નોંધનીય છેકે, છેલ્લા કેટલાંક મહિનામાં વંદે ભારત ટ્રેનને સળંગ 3 વખત અકસ્માત નડ્યો હતો, જેમાં પહેલી વખત અમદાવાદ ખાતે વટવા પાસે ભેંસો સાથે અકસ્માત થયો હતો. તેમાં નવી શરૂ થયેલી સેમી-હાઈ સ્પીડ ટ્રેને ચાર ભેંસોને ટક્કર મારી હતી અને તેના એન્જીનનો આગળનો ભાગ બદલવો પડ્યો હતો. ત્યારબાદ બીજી વખત આણંદ સ્ટેશન નજીક એક ગાય અથડાઈ હતી, જેથી ટ્રેનની આગળની પેનલને નજીવું નુકસાન થયું છે. જ્યારે ત્રીજી વખત તેનાં વ્હીલમાં ખામી સર્જાવવાના કારણે સવારે લગભગ 7 વાગે વૈર-દાનકૌર સ્ટેશનો વચ્ચે ટ્રેન રોકી લગભગ 5 કલાક સુધી વ્હીલનું સમારકામ કરવામાં આવ્યું હતું