વધુ એક અકસ્માત, મહેસાણા નંદાસણ નજીક ફોર્ચ્યુનર અને ટ્રેલર વચ્ચે ટક્કર થતા 1નું મોત
HD ન્યૂઝ ડેસ્કઃ મહેસાણા હાઇવે પર આજે એટલે કે 22 ઓગસ્ટના રોજ વહેલી સવારે એક માર્ગ અકસ્માત ની ઘટના બની હતી જેમાં ફોર વ્હીલર ગાડી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિ નું મોત થયું હતું.
અકસ્માત નડ્યો હતોઃ આ અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મહેસાણા અમદાવાદ હાઇવે રોડ પર મંગળવાર ની વહેલી સવારે 5 વાગ્યા આસપાસ ના સમયે અમદાવાદ થી એક ફોર્ચ્યુનર ગાડી મહેસાણા હાઇવે તરફ ડ્રાઇવ કરતી હતી ત્યારે નંદાસણ ગણેશ પૂરા પાસે કાર ને અકસ્માત નડ્યો હતો જેમાં આગળ જતું વાહન ટ્રેલર ની જમણી બાજુ એ કાર ની ડાભુ પડખું ટકરાયું હતું અને કાર ની ડાભી સાઈડને ખુબ નુકશાન થયું હતું
આ અકસ્માતો ક્યારે અટકશેઃ આ ઘટના ની જાણ આજુબાજુ ના વાહનચાલકો ને થતા ઘટના સ્થળે મદદ માટે દોડી આવ્યા હતા કાર નો જે રીતે અકસ્માત થયો છે તેને જોતા કાર ની ઓવર સ્પીડ હોવી જોઈએ તેવુ લોકોનું અનુમાન છે. મહત્વનું છે કે હાલ રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે હાલ માં જ તથ્ય પટેલ નામના નબીરાએ પોતાની ગાડીથી માસુમોનો જીવ લીધા હતા. હાલ એ જોવાનું રહ્યું કે આ અકસ્માતો ક્યારે અટકશે.