ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલની તિહારમાંથી કાયમી મુક્તિની તારીખ જાહેર? જાણો શું છે મામલો

Text To Speech

નવી દિલ્હી, 13 મેઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચગાળાના જામીન પર તિહાર જેલની બહાર છે અને લોકસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. આજે સોમવારે દિલ્હી મહાનગરપાલિકાના કાઉન્સિલરોને સંબોધિત કરતી વખતે કેજરીવાલે પોતે જેલમાંથી ક્યારે મુક્ત થશે તેની તારીખ જણાવી દીધી હતી. કેજરીવાલે કહ્યું કે જો INDI ગઠબંધન 4 જૂને જીતી જશે તો પોતે 5 જૂને જેલમાંથી પરત આવશે, પરંતુ જો INDI ગઠબંધનની હાર થશે તો મને ખબર નથી કે આપણે ક્યારે મળીશું?

અરવિંદ કેજરીવાલે કાઉન્સિલરોને કહ્યું કે MCDનું કામ સ્વચ્છતા રાખવાનું છે. તે ચાલુ રાખજો. શરાબ કૌભાંડના મુદ્દાને અલગ વળાંક આપતા કેજરીવાલે કહ્યું કે, સરકારે વિચાર્યું કે મનીષ સિસોદિયાને જેલમાં નાખી દઈશું તો શાળાઓ બંધ થઈ જશે, પરંતુ આતિશીએ ચાર્જ સંભાળી લીધો. સત્યેન્દ્ર જૈનનું કામ સૌરભ ભારદ્વાજે સંભાળ્યું છે. મને ઈન્ડી ગઠબંધન તરફથી કૉલ્સ આવી રહ્યા છે. તેઓ મને જ્યાં પણ બોલાવે છે અને હું જ્યાં પણ જવા જેવું લાગશે ત્યાં જઈશ. મહેનત કરવી પડશે. મારે બીજી તારીખે પાછા જવાનું છે અને હું 4 તારીખે જેલમાંથી પરિણામ જોઈશ. જો તમે સખત મહેનત કરો અને ઈન્ડી એલાયન્સ જીતી જાય, તો હું પાંચમી તારીખે પાછો આવીશ, પરંતુ જો આપણે નહીં જીતીએ તો મને ખબર નથી કે આપણે ક્યારે મળીશું.

અરવિંદ કેજરીવાલે કાઉન્સિલરોને કહ્યું કે સરકારને લાગ્યું કે તેમની ધરપકડ કરવાથી પાર્ટી તૂટી જશે પરંતુ પાર્ટી વધુ મજબૂત બની છે. સાંસદો, ધારાસભ્યો અને કાઉન્સિલરોની લાગણીએ પક્ષને વધુ મજબૂત બનાવ્યો છે. બીજા પક્ષના લોકો તો તૂટી જાય છે અને આપણા લોકો પૈસા કે EDના ડરથી વેચતા નથી. જ્યારે ધર્મ નબળો પડે છે અને અધર્મ વધે છે ત્યારે ભગવાન પ્રગટ થાય છે. ભગવાન બે રીતે પ્રગટ થાય છેઃ જેમ કે એક તો ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ સ્વરૂપે દેખાય છે. જ્યારે બીજા સંજોગોના સ્વરૂપે દેખાય છે. તેમણે કહ્યું કે બધાને લાગતું હતું કે ભાજપ-એનડીએને 400 સીટ મળશે, પરંતુ અચાનક એવી ઘટનાઓ બની કે 250 સીટ પણ મળશે કે નહીં તેની શરત લાગી રહી છે.

આ પણ વાંચોઃ ભારત-ફ્રાન્સની સંયુક્ત લશ્કરી કવાયત “શક્તિ”નો મેઘાલયમાં પ્રારંભ

Back to top button