PM વિશ્વકર્મા યોજનાની જાહેરાત; હસ્તકલા કારીગરોના જીવનમાં પરિવર્તનનું ધ્યેય
- PM નરેન્દ્ર મોદી દ્વારકા દિલ્હીમાં ‘યશોભૂમિ’નું ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કર્યું. યશોભૂમિ એ વિશ્વ કક્ષાનું એક્સ્પો સેન્ટર છે.
PM વિશ્વકર્મા યોજનાની જાહેરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 17 સપ્ટેમ્બરે તેમના 73મા જન્મદિવસ નિમિત્તે પીએમ વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. રાજધાની દિલ્હીમાં એશિયાના સૌથી મોટા કન્વેન્શન સેન્ટરનું ઉદ્દઘાટન કર્યા બાદ સંબોધન કરતા વડાપ્રધાને દેશના લાખો હસ્તકલા કારીગરો માટે આ યોજનાની જાહેરાત કરી હતી. પીએમ વિશ્વકર્મા યોજનાથી સુધાર, લુહાર, કુંભાર, સોની, મોચી જેવાં કામો સહિત ઓછામાં ઓછા 16 હસ્તકલા કારીગીરીના ક્ષેત્રમાં કામ કરતા લોકોને તાલીમ તથા લોન સહિત વિવિધ મદદ દ્વારા તેમના જીવનધોરણમાં સુધારો લાવવાનો આશય છે.
દિલ્હી યશોભૂમિનું ઉદ્ઘાટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન અને એક્સ્પો સેન્ટર યશોભૂમિ (આઈઆઈસીસી)ના પ્રથમ ભાગનું આજે ઉદ્ઘાટન કર્યું. દિલ્હીના દ્વારકામાં બનેલ આ વિશ્વનું સૌથી મોટું MICE (મીટિંગ્સ, ઇન્સેન્ટિવ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન) સેન્ટર છે.
દિલ્હી યશોભૂમિ: PM મોદી કર્યું ‘યશોભૂમિ’નું ઉદ્ઘાટન
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने 'यशोभूमि' कहे जाने वाले इंडिया इंटरनेशनल कन्वेंशन एंड एक्सपो सेंटर (IICC), द्वारका के पहले चरण को राष्ट्र को समर्पित किया। pic.twitter.com/gYV7CoDzdE
— ANI_HindiNews (@AHindinews) September 17, 2023
અગાઉ, વડાપ્રધાને દ્વારકા સેક્ટર-21 થી યશોભૂમિ દ્વારકા સેક્ટર-25 સુધી એરપોર્ટ એક્સપ્રેસ લાઇન (મેટ્રો લાઇન)ના વિસ્તરણનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં કામ કરતા કામદારોને પણ PM મોદી મળ્યા હતા. નવું યશોભૂમિ દ્વારકા સેક્ટર-25 અંડરગ્રાઉન્ડ સ્ટેશન ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3 અને નવી દિલ્હી રેલ્વે સ્ટેશન જેવા શહેરના મહત્વના સ્થળો સાથે સીધું જોડાયેલું છે.
યશોભૂમિમાં એક સાથે 3000 કારનું પાર્કિંગઃ
કન્વેન્શન સેન્ટરમાં બનાવવામાં આવેલા અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં એક સાથે 3000 કાર પાર્ક કરી શકાશે. આ કેન્દ્રમાં ગટરના પાણીનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. વરસાદી પાણીના સંગ્રહની પણ સુવિધા છે.
યશોભૂમિ કન્વેન્શન સેન્ટરની વિશેષતા
- કન્વેન્શન સેન્ટરમાં 11000 થી વધુ લોકો બેસી શકે છે.
- તેમાં 15 કન્વેન્શન રૂમ, ગ્રાન્ડ બોલરૂમ અને 13 મીટિંગ રૂમ છે.
- કન્વેન્શન સેન્ટરનો પ્લેનરી હોલ મુલાકાતીઓને વૈશ્વિક સ્તરનો અનુભવ આપશે.
- સરકારે તેને અંદાજે 5400 કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યું છે.
- તે 219 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે.
- તેમાં દેશની સૌથી મોટી એલઇડી સ્ક્રીન લગાવવામાં આવશે.
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने विश्वकर्मा जयंती के अवसर पर इंडिया इंटरनेशनल कन्वेंशन एंड एक्सपो सेंटर, द्वारका में एक नई योजना 'पीएम विश्वकर्मा' शुरू करने से पहले भगवान विश्वकर्मा को पुष्पांजलि अर्पित की। pic.twitter.com/3pZowcxeQd
— ANI_HindiNews (@AHindinews) September 17, 2023
શું છે વિશ્વકર્મા યોજના?
વિવિધ હસ્તકલા કારીગરોના લાભ માટે આ યોજના તૈયાર કરવામાં આવી છે. સુધાર, દરજી, હાથશાળ, હેર કટિંગ, સોની, કુંભાર, લુહાર વગેરે પરંપરાગત સ્વરોજગાર કારીગરોને તેમનો વ્યવસાય વધારવા તથા એ દ્વારા તેમની આવક વધારીને જીવનધોરણમાં સુધારો લાવવામાં આ યોજના મદદ કરશે.
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने इंडिया इंटरनेशनल कन्वेंशन एंड एक्सपो सेंटर, द्वारका में कारीगरों और शिल्पकारों के साथ बातचीत की। pic.twitter.com/aJThA70ACN
— ANI_HindiNews (@AHindinews) September 17, 2023
- આ પરંપરાગત ક્ષેત્રોમાં કામ કરતા કારીગરોની કુશળતામાં વધારો કરવા માટે યોજના હેઠળ છ દિવસની તાલીમ આપવામાં આવશે. તાલીમનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે.
- યોજના હેઠળ પરંપરાગત હસ્તકલા કારીગરોને રૂપિયા 10,000થી માંડી 10 લાખ સુધીની લોન આપવામાં આવશે જેથી તેઓ તેમનો વ્યવસાય વિસ્તારી શકે.
- સરકારની ધારણા છે કે, કારીગરો લોન લઇને તેમનો વ્યવસાય વિસ્તારશે તેને પરિણામે જે તે ક્ષેત્રમાં નવા લોકોને પણ રોજગારી મળશે. એક અંદાજ મુજબ આગામી દર વર્ષે નવા 15,000 કારીગરોને રોજગારી મળશે.
- આ યોજનાનો લાભ લેવા માગતા કારીગરોએ જોકે ઑનલાઇન પ્લેટફોર્મ દ્વારા અરજી કરવી પડશે.
આ પણ વાંચો: દિલ્હી: PM મોદીએ કર્યું દ્વારકા સેક્ટર-25 મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન