અમદાવાદગુજરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિટીઓના નવા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે રોડ, પાણી, ટાઉન પ્લાનિંગ સહિતની વિવિધ કમિટીઓના નવા ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા કમિટીઓમાં સ્થાન ન મળવાને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો.આવતીકાલે શનિવારે જ તમામ ચેરમેનો અને ડેપ્યુટી ચેરમેનો પોતાના પદ સંભાળી લેશે. કોંગ્રેસના વિરોધ વચ્ચે તમામ કમિટીઓના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.

ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન પોતાનું પદ સંભાળશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે નિમણૂંક કરાયેલા તમામ ચેરમેન તેમજ વાઈસ ચેરમેનોની આવતીકાલે શનિવારે પ્રથમ બેઠક મળશે. તેમજ આવતીકાલે ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનો પોતાનું પદ સંભાળી લેશે.ભાજપ દ્વારા ચેરમેન પદ માટે રિપીટ કરવામાં આવ્યા હતા. ગત ટર્મમાં જે કોર્પોરેટરો ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન નથી બન્યા તેઓને પદ આપવામાં આવ્યા છે. ત્યારે દરેક વિધાનસભામાંથી બે કોર્પોરેટરને ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન પદ પર નિમણૂંક કરવામાં આવી છે.

કોર્પોરેટરોને પ્રમોશન આપીને ચેરમેન બનાવવામાં આવ્યા
નવા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂકમાં સૌથી વધારે દબદબો પાટીદારોનો જોવા મળ્યો હતો. 11માંથી 9 કમિટીમાં ચેરમેન અથવા તો ડેપ્યુટી ચેરમેન તરીકે એક પાટીદારને મૂકવામાં આવ્યા છે. આજે AMCમાં વિવિધ કમિટીઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. ભાજપ દ્વારા ચેરમેન પદ માટે નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવી છે. જેથી ચેરમેન તરીકે બે ટર્મવાળા જે કોર્પોરેટરો ગત ટર્મમાં ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન નથી બની શક્યા તેઓને પદ આપવામાં આવ્યા છે. ડેપ્યુટી ચેરમેન રહી ચૂકેલા કોર્પોરેટરોને પ્રમોશન આપીને ચેરમેન બનાવવામાં આવ્યા છે.

AMCમાં ડેપ્યુટી ચેરમેન તરીકે કોને સ્થાન મળ્યું
રેવન્યુ કમિટી ચેરમેન અનિરુદ્ધ સિંહ ઝાલા
રેવન્યુ કમિટી ડે.ચેરમેન પ્રદીપ દવે
લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જર
લીગલ કમિટી ડે.ચેરમેન મોના રાવલ
વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટી ચેરમેન દિલીપ બગાડીયા
વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટી ડે.ચેરમેન ચેતન પટેલ
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેન જયેશ પટેલ
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ડે.ચેરમેન પારુલ પટેલ
હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટી ચેરમેન જશુભાઇ ચૌહાણ
હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટી ડે.ચેરમેન ચેતનાબેન પટેલ
રિક્રીએશન ક્લચરલ એન્ડ હેરિટેજ કમિટી ચેરમેન જયેશ ત્રિવેદી
રિક્રીએશન ક્લચરલ એન્ડ હેરિટેજ કમિટી ડે.ચેરમેન સ્નેહા કુમારી પરમાર
હોસ્પિટલ કમિટી ચેરમેન ભરત કાકડિયા
હોસ્પિટલ કમિટી ડે.ચેરમેન અનસુયાબેન પટેલ
ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી ચેરમેન પ્રિતેશ મેહતા
ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી ડે.ચેરમેન યોગેશ પટેલ
મહિલા અને બાળ વિકાસ કમિટી ચેરમેન અલકાબેન મિસ્ત્રી
મહિલા અને બાળ વિકાસ કમિટી ડે ચેરમેન જલ્પાબેન પંડ્યા
AMTS કમિટી ચેરમેન ધર્મસિંહ દેસાઈ
મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઝ કમિટી ચેરમેન બળદેવ પટેલ
મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઝ કમિટી ડે.ચેરમેન નિકી મોદી
Ews આવાસ એન્ડહાઉસિંગ કમિટી ચેરમેન મુકેશ પટેલ
Ews આવાસ એન્ડહાઉસિંગ કમિટી ડે.ચેરમેન હેમંત પરમાર
વીએસ હોસ્પિટલ ચેરમેન ચાંદની પટેલ
વીએસ હોસ્પિટલ ડે.ચેરમેન ઉમંગ નાયક

આ પણ વાંચોઃ ઉદ્યોગ માલિકોની રજૂઆત બાદ ડીસા જીઆઇડીસીમાં પાલિકા દ્વારા પાણી આપવાની શરૂઆત

Back to top button