એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત બોર્ડમાં નવા શૈક્ષણિક વર્ષ કેલેન્ડરની જાહેરાત, જાણો ક્યારે આવશે વેકેશન અને ક્યારે યોજાશે પરીક્ષા

Text To Speech

રાજ્ય શિક્ષણ વિભાગમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું નવા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. બોર્ડ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2023-2024નું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં દિવાળી રજા અને પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. દરવખતની જેમ આ વખતે પણ દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે. આ ઉપરાંત શૈક્ષણિક વર્ષ 2023-24 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગતો, શાળાકીય પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, જાહેર રજાઓની વિગતો તેમજ ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓની તારીખની વિગતો સામેલ કરવામાં આવી છે.

 

બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે

મળતી માહિતી મુજબ ગુજરાત બોર્ડનું નવું શિક્ષણ સત્ર 5 જૂનથી શરૂ થશે અને 8 નવેમ્બર સુધી પ્રશમ સત્ર રહેશે. એટલે કે પ્રથમ સત્રમાં 124 દિવસનો અભ્યાસ કરવાનો રહેશે. ત્યારબાદ 21 દિવસનું દીવાળી વેકેશન 9 નવેમ્બરથી શરૂ થશે. ત્યારબાદ 30 નવેમ્બરથી બીજા સત્રનો પ્રારંભ થશે. નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજાઓ મળશે. આ ઉપરાંત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે. જ્યારે 28 માર્ચે પૂર્ણ થશે. ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. તો પ્રથમ સત્રની પરીક્ષા 3 ઓક્ટોબરથી લેવાશે.

Back to top button