ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત, ક્યારે મતદાન?
- ભારતના ચૂંટણી પંચે 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવાની તારીખોની જાહેરાત કરી છે. આ પેટાચૂંટણી 10 જુલાઈએ યોજાશે અને 13 જુલાઈએ મતગણતરી થશે
દિલ્હી, 10 જૂન: ભારતીય ચૂંટણી પંચ (ECI) એ 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. 10 જુલાઈએ ચૂંટણી યોજાશે અને 13 જુલાઈએ મતગણતરી થશે. જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ બેઠકો માટેનું નોટિફિકેશન 14 જૂને બહાર પાડવામાં આવશે. નોમિનેશન દાખલ કરવાની છેલ્લી તારીખ 21 જૂન રહેશે. 24મી જૂને નામાંકનની ચકાસણી થશે. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 26 જૂન છે. 10 જુલાઈએ યોજાનારી ચૂંટણીમાં બિહારની એક વિધાનસભા બેઠક, પશ્ચિમ બંગાળની 4 બેઠકો, તમિલનાડુની 1, મધ્યપ્રદેશની 1, ઉત્તરાખંડની 2, પંજાબની 1 અને હિમાચલની 3 બેઠકો પર મતદાન થશે.
પશ્ચિમ બંગાળની ચાર વિધાનસભા બેઠકો પર યોજાશે પેટાચૂંટણી
- માણિકતલા
- રાણાઘાટ દક્ષિણ
- બાગડા
- રાયગંજ
બિહારની 1 વિધાનસભા બેઠક પર યોજાશે પેટાચૂંટણી
- રૂપૌલી
તમિલનાડુની 1 વિધાનસભા બેઠક પર યોજાશે પેટાચૂંટણી
- વિક્રવંદી
હિમાચલ પ્રદેશની 3 બેઠકો પર યોજાશે પેટાચૂંટણી
- દેહરા
- હમીરપુર
- નાલાગઢ
ઉત્તરાખંડની 2 બેઠકો પર યોજાશે પેટાચૂંટણી
- બદ્રીનાથ
- મેંગલોર
પંજાબની 1 સીટ પર યોજાશે પેટાચૂંટણી
- જલંધર પશ્ચિમ