ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટેની દ્વિસ્તરીય પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ
- ઉમેદવારો 5થી 15 જુલાઈ દરમિયાન ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે
- પ્રિલિમ્સ આગામી 6 ઓગસ્ટના રોજ લેવામાં આવશે
- મેઈન્સ 17મી સપ્ટેમ્બરના રોજ યોજવાનું આયોજન કરાયું
ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટેની દ્વિસ્તરીય પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ધો.11 અને 12માં શિક્ષક બનવા માટેની TAT-HSની પ્રિલિમ્સ 6 ઓગસ્ટે લેવાશે. તથા ઉમેદવારો 5થી 15 જુલાઈ દરમિયાન ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. તેમાં મેઈન્સ 17મી સપ્ટેમ્બરના રોજ યોજવાનું આયોજન કરાયું છે.
આ પણ વાંચો: અમદાવાદ: AMCનો પ્રિ- મોન્સૂન એક્શન પ્લાન ધોવાઈ ગયો, વિકાસના દાવા પોકળ
પ્રિલિમ્સ આગામી 6 ઓગસ્ટના રોજ લેવામાં આવશે
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટેની દ્વિસ્તરીય પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ ધોરણ.11 અને 12માં શિક્ષક બનવા માટેની અભિરૂચી કસોટી (TAT-HS)ની પ્રિલિમ્સ આગામી 6 ઓગસ્ટના રોજ લેવામાં આવશે. જ્યારે મેઈન્સ 17મી સપ્ટેમ્બરના રોજ યોજવાનું આયોજન કરાયું છે. આ પરીક્ષા માટે ઉમેદવારો 5થી 15 જુલાઈ દરમિયાન ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે.
આ પણ વાંચો: અમદાવામાં ઘઉં, કઠોળ અને લીલા શાકભાજીના ભાવ વધ્યા, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે
શિક્ષક અભિરૂચી કસોટીનું આયોજન કરવાનું ઠરાવવામાં આવ્યું
રાષ્ટ્રીય શિક્ષણ નિતી 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ્ એક્સેલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ સિધ્ધ કરવા માટે ઉમેદવારોની ક્ષમતા ચકાસવા માટે દ્વીસ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભિરૂચી કસોટીનું આયોજન કરવાનું ઠરાવવામાં આવ્યું છે. જેથી રાજ્યમાં નોંધાયેલી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે TAT ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા અંગેનું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.