

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અવાજ પ્રદૂષણ નિયંત્રણ બાબતે એક જાહેરનામું બહાર પાડ્યું છે. ધ્વનિ પ્રદૂષણને લઈને અનેક ફરિયાદો બાદ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમાં મંદિર, ચર્ચ અને મસ્જિદમાં સાઉન્ડ સિસ્ટમનો અવાજ મર્યાદિત અને સંકુલ બહાર ન જાય તે પ્રમાણે કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો: દુબઈથી અમદાવાદ સોનાના દાણચોરોની નવી મોડસ ઓપરેન્ડીનો ભેદ ખૂલ્યો
રાત્રે 40 ડિસેબલ પ્રમાણ જાળવવા સૂચના આપવામાં આવી
ઔધોગિક વિસ્તારમાં સવારે 6 થી 10 સુધી 75 ડિસેબલ, રાતે 75 ડિસેબલ, વાણિજ્ય વિસ્તારમાં દિવસ દરમિયાન 65, રાત્રિ દરમિયાન 55 ડિસેબલ, રહેણાંક વિસ્તારમાં દીવસે 55, રાતે 45 ડિસેબલ, શાંત વિસ્તારમાં દીવસે 50, રાત્રે 40 ડિસેબલ પ્રમાણ જાળવવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આ તારીખથી પડશે કડકડતી ઠંડી
નાગરિકોની ઊંઘ હરામ થઈ રહી હોવાની ગંભીર રજૂઆત
અગાઉ ધ્વનિ પ્રદૂષણના કારણે નાગરિકોની ઊંઘ હરામ થઈ રહી હોવાની ગંભીર રજૂઆત ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચી છે. ત્યારે અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં વધી રહેલા ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં આડેધડ, બેફામ અને અપ્રમાણસર ધ્વનિ પ્રદૂષણ ફેલાવતી સાઉન્ડ સિસ્ટમો પર તાત્કાલિક નિયંત્રણ મૂકવાની માગ કરવામાં આવી હતી.