દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવને લઈ જાહેરનામું પ્રસિદ્ધ, મંદિર આસપાસના વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ
જન્માષ્ટમી મહાપર્વ નિમિત્તે સમગ્ર દેશમાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ચાર ધામ પૈકીના એક સુપ્રસિધ્ધ દ્વારકા મંદિરમાં શ્રાવણ વદ આઠમને દિવસે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થશે જેને લઈને તમામ તૈયારીઓ કરી દેવામા આવી છે. ત્યારે જનમાષ્ટમીના તહેવાર પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં દ્વારકાધીશના મંદિર આસપાસના વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે.
દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
દ્વારકા જગત મંદિરમાં શ્રાવણ વદ આઠમને દિવસે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામા આવશે ત્યારે આ જન્માષ્ટમીના ઉત્સવમાં ભાગ લેવા માટે હજાઓ ભાવિકો ઉમટી પડશે. ત્યારે જિલ્લા તંત્ર પણ આ તહેવારને લઈને સજ્જ બન્યું છે. અને દ્વારકામાં જનમાષ્ટમીના આ પાવન પર્વ પર કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.જેમાં દ્વારકાધીશના મંદિર આસપાસના વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે. ડ્રોન ઉડાવવાથી અકસ્માતમાં જાનહાની થવાની ભીતિને લઈ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પોલીસ વિભાગના ડ્રોન ઓપરેટર દ્વારા સતત મોનિટરિંગ કરાશે
આ જાહેરનામું 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. અને જો કોઈ પણ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે તેમ પણ જણાવવામા આવ્યું છે. પોલીસ વિભાગના ડ્રોન ઓપરેટર દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામા આવશે. જનમાષ્ટમી નિમિત્તે જિલ્લા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી સ્પેશિયલ ટ્રેઈન પોલીસ કર્મીચારી પણ તહેનાત કરવામા આવ્યા છે.
આ પણ વાંચો : સુરતવાસીઓ માટે ખુશીના સમાચાર, જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વધારાની બસો દોડાવાશે