ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

‘અન્ના ફોર અ રિઝન’ બુમરાહ અને જાડેજાએ અશ્વિનની ઉડાવી મજાક, જૂઓ વીડિયો

  • BCCIએ સોશિયલ મીડિયા પર શેર કરેલા આ વીડિયોમાં અક્ષર પટેલ-મોહમ્મદ સિરાજ અને અન્ય ખેલાડીઓ જોવા મળી રહ્યા છે

HD ન્યૂઝ ડેસ્ક, 25 સપ્ટેમ્બર: ભારત અને બાંગ્લાદેશની ટીમો બે મેચની શ્રેણીની બીજી ટેસ્ટ માટે મંગળવારે કાનપુર પહોંચી હતી. બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. BCCIએ આજે બુધવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ અને અન્ય ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા અશ્વિનની મસ્તી કરતાં જોવા મળે છે. બંને ખેલાડીઓ અશ્વિનના શાનદાર પ્રદર્શનને કારણે તેને અન્ના કહીને બોલાવી રહ્યા છે.

જૂઓ આ વીડિયો

 

ચેન્નાઈ મેચમાં અશ્વિનનું શાનદાર પ્રદર્શન

બાંગ્લાદેશ સામે મેચ વિનિંગ ઇનિંગ્સ રમનારા રવિચંદ્રન અશ્વિનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. અશ્વિને બીજી ઇનિંગમાં પણ 6 વિકેટ ઝડપી હતી. ચેન્નાઈથી કાનપુર જતી ફ્લાઈટ દરમિયાન રવીન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહ અશ્વિન પાસે બેઠા હતા. આ દરમિયાન આ બંને ખેલાડીઓએ MS ધોની માટે ઉપયોગમાં લેવાતા મીમ્સમાં અશ્વિનનું નામ ઉમેર્યું હતું. બુમરાહે ફ્લાઈટમાં અશ્વિનને ‘અન્ના ફોર અ રિઝન’ કહ્યું હતું. ફેન્સ તેને ધોનીના થાલા સાથે એક કારણસર જોડી રહ્યા છે. અશ્વિનની બાજુમાં બેઠેલા જાડેજાએ પણ બુમરાહની આ લાઇન દોહરાવી હતી.

ભારતીય ટીમ કાનપુર પહોંચી

અશ્વિને હસીને કહ્યું કે, તેઓ મને હેરાન કરી રહ્યા છે. આ અંગે સ્પષ્ટતા કરતા બુમરાહે કહ્યું કે, તેમના આ શબ્દો અશ્વિનના પ્રદર્શનના વખાણ કરવા માટે હતા. અશ્વિને ચેન્નાઈમાં પ્રથમ દાવમાં 113 રનની મહત્ત્વની ઈનિંગ રમી હતી અને બીજી ઈનિંગમાં પણ 6 વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમના સભ્યો ટુકડીઓમાં કાનપુર પહોંચ્યા હતા. ભારતીય કોચ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી સૌથી પહેલા ચકેરી એરપોર્ટથી બહાર આવ્યા હતા, જ્યારે થોડા સમય પછી શુભમન ગિલ અને રોહિત શર્મા ઔદ્યોગિક શહેરમાં પહોંચ્યા હતા. બાદમાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પણ કાનપુર પહોંચી ગયો હતો.

મહત્ત્વપૂર્ણ છે કે, બાંગ્લાદેશ સામેની સિરીઝમાં 1-0ની અજેય સરસાઈ હાંસલ કરનાર ભારતીય ટીમને કાનપુરમાં ICC ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં પોતાનું રેન્કિંગ મજબૂત કરવાની પૂરતી તક મળશે.

આ પણ જૂઓ: ICC ટેસ્ટ રેંકિંગ : આ 2 ભારતીય ખેલાડીઓ પહોંચ્યા ટોપ 10માં, બેને થયું નુકસાન

Back to top button