અંકલેશ્વર : ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, આસપાસના ગોડાઉન પણ ભડકે બળ્યા


- અંકલેશ્વરના નોબલ માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
- આસપાસના 5 જેટલા ભંગારના ગોડાઉન પણ ભડકે બળ્યા
- ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો
અંકલેશ્વરમાં નોબલ માર્કેટમાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આ ભંગારના ગોડાઉનમાં લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું. અને આસપાસના ગોડાઉન પણ આ આગની ઝપેટમાં આવ્યા હતા.
અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ
અંકલેશ્વરમાં નોબલ માર્કેટમાં આવેલ ભંગારના ગોડાઉનમાં એકા એક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાને પગલે અહી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ભંગારના ગોડાઉનમાં લાગેલી આગે આસપાસના ગોડાઉનોને પણ ઝપેટમાં લીધા હતા. આમ જોત જોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું. આગની આ ઘટનાને પગલે અહી 2 કિમિ દુર સુધી આગના ગોટે ગોટા ઉડતા નજરે પડ્યા હતા. આગની ચપેટમાં આસપાસના 5 જેટલા ભંગારના ગોડાઉન પણ ભડકે બળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચ્યાં
આગની આ ઘટના અંગે ફાયરબ્રિગેડને ઘટનાની જાણ કરાતા તાત્કાલિક ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
આ પણ વાંચો : પીળી હળદરનો કાળો કોરોબાર ! ખેડામાં નકલી હળદર બનાવતું કારખાનું ઝડપાયું