અંકલેશ્વર: ટેમ્પો, ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2ના ઘટનાસ્થળે થયા મૃત્યુ
અંકલેશ્વર: 21 સપ્ટેમ્બર, રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. જેને લઈને વાહન ચાલકો ચિંતિત બન્યા છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર રાજપીપળા ચોકડી પાસે ટેમ્પો, ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સવાર બે વ્યક્તિઓના કરુણ મૃત્યુ થયા છે. આ બનાવની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચના અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતમાં બેના મૃત્યુ થયા છે. રાજપીપળા ચોકડી નજીક ત્રિપલ અકસ્માત જીવલેણ નીવડ્યો હતો. ટેમ્પો, ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમા બાઇક પર સવાર બેના મૃત્યુ થયા હતા. આ અકસ્માત રાજપીપળા ચોકડી નજીક યુ-ટર્નમાં થયો હતો. અકસ્માતના પગલે તાત્કાલિક રાજપીપળા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાથે કેટલાક લોકોને અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી.
સ્થાનિકોની મદદના કારણે કેટલાક લોકોના જીવ બચી ગયા હતા. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બે લોકોના થતાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાઓની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપવામાં આવશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે. આ પહેલા ગુજરાતમાં અકસ્માતના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે,ટ્રાફિક નિયમો નેવે મૂકીને જયારે વાહન ચાલકો વાહન હંકારતા હોય છે,ત્યારે અકસ્માતના કેસો ખુબ વધી જાય છે.
આ પણ વાંચો..ઘટે તો જિંદગી ઘટે પણ… સુરતમાં પોલીસની પ્લેટ લગાવી કારમાં કરી દારૂ પાર્ટી અને પછી…