શું પ્રેગનેન્ટ છે Ankita Lokhande? વાયરલ વીડિયોથી મળી હિંટ
મુંબઈ – 25 સપ્ટેમ્બર : ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક પછી એક સારા સમાચાર આવી રહ્યા છે. ઘણી ટીવી અભિનેત્રીઓ તાજેતરમાં માતા બની છે અને કેટલીક ટૂંક સમયમાં જ સંતાનને જન્મ આપવાની છે. દૃષ્ટિ ધામી અને દેવોલિના ભટ્ટાચારજી બાદ હવે વધુ એક લોકપ્રિય અભિનેત્રીની પ્રેગ્નન્સીના સમાચાર સામે આવ્યા છે. હવે ‘પવિત્ર રિશ્તા’ ફેમ અભિનેત્રી અંકિતા લોખંડેને (Ankita Lokhande) લઈને અફવા ફેલાઈ રહી છે.
લગ્નના 3 વર્ષ પછી અંકિતા માતા બનશે?
અભિનેત્રી હાલમાં તેના અંગત અને વ્યાવસાયિક જીવનમાં ખૂબ જ ખુશ છે. એક તરફ તેમની ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ઓસ્કાર માટે મોકલવામાં આવી છે. બીજી તરફ, અત્યારે તે તેના પતિ વિકી જૈન સાથે ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઈનમેન્ટ’માં કામ કરતી જોવા મળે છે અને આ શો દર્શકોની અપેક્ષાઓ પર ખરો ઉતરી રહી છે. આ દરમિયાન વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે કે લગ્નના 3 વર્ષ બાદ અંકિતા માતા બનવા જઈ રહી છે.
View this post on Instagram
વીડિયોથી મળ્યા આ સંકેતો
જોકે, આ દાવો અમારો નહીં પણ સોશિયલ મીડિયા યુઝરનો છે. અંકિતા લોખંડેની પ્રેગ્નન્સીની અફવાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે. હવે તમે પણ વિચારી રહ્યા હશો કે અચાનક લોકો શા માટે કહી રહ્યા છે કે અંકિતા ગર્ભવતી છે? આ અફવાઓને તેની એક પોસ્ટથી વેગ મળ્યો છે. હાલમાં જ અંકિતાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા હતા. લોકોએ એક વીડિયોમાં કંઈક એવું પકડ્યું જેના પછી અભિનેત્રી લાઈમલાઈટમાં આવી ગઈ. સામે આવેલી આ પોસ્ટમાં અંકિતા પંજાબી સૂટમાં જોવા મળી રહી છે.
કો-સ્ટાર્સની હરકતો બાદ ચાહકોએ સવાલો ઉઠાવ્યા હતા
‘લાફ્ટર શેફ’ના અન્ય તમામ કો-સ્ટાર્સ તેની સાથે મસ્તી કરી રહ્યા છે. ત્યારબાદ અંકિતા પહેલા તેના પેટને સ્પર્શ કરે છે અને પછી અર્જુન બિજલાની કહે છે, ‘મને ખબર છે કે તમે આ કેમ પહેર્યું છે.’ આ પછી, એલી ગોની પણ અંકિતાના પેટને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે અને કહે છે, ‘બતાવને બતાવને એક વાર.’ , ફેન્સ સતત પૂછી રહ્યા છે કે શું અંકિતા પ્રેગ્નન્ટ છે?
આ પણ વાંચો : તહેવારોની ચમકે સોનાને ચમકાવ્યું: સોનું 76 હજારને થયું પાર, ચાંદી થઈ 90 હજારને પાર