અનિરૂધ્ધસિંહ જાડેજા ફરી મેદાને! રાજકોટના વ્યક્તિને માનહાનિની નોટિસ ફટકારી
રીબડા જૂથના અનિરૂધ્ધસિંહ જાડેજા ફરી એક વખત મેદાને આવ્યા છે. આજે અનિરૂદ્ધસિંહ જાડેજાએ રાજકોટનાં એક વ્યક્તિને નોટીસ ફટકારી માનહાનિનો દાવો કર્યો છે.
અનિરૂદ્ધસિંહ જાડેજાએ રાજકોટના વ્યકિતિને ફટકારી નોટીસ
છેલ્લા ઘણા સમયથી ગોંડલમાં વર્ચસ્વને લઈને લડાઈ ચાલી રહી છે. ત્યારે આજે અનિરૂદ્ધસિંહ જાડેજાએ રાજકોટના એક વ્યક્તિને નોટીસ ફટકારતા માહોલ ગરમાયો છે. અનિરૂદ્ધસિંહ જાડેજાએ આ વ્યક્તિ પર નોટીસ ફટકારીને માનહાનીનો દાવો કર્યો છે. જાણકારી મુજબ અનિરૂદ્ધસિંહ જાડેજાએ રાજકોટના ગોવિંદભાઈ સગપરીયાને વકિલ દિનેશ પાતર મારફતે આ માનહાનીના દાવા અંગેની લીગલ નોટીસ ફટકારી છે. અનિરૂદ્ધસિંહ જાડેજાએ 50 કરોડના માનહાનીના દાવાની નોટીસ ફટકારી છે.
માફી ન માંગે તો ન્યાય તંત્ર દ્વારા કાર્યવાહિ કરવામાં આવશે
ગોવિંદભાઈ સગપરીયાએ વિશાળ જનમેદની વચ્ચે અનિરૂદ્ધસિંહ જાડેજા અને તેમના પરિવારજનો વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. અને વધુમા તેમા લખ્યું છે કે જો આ નોટિસ આપ્યાના સાત દિવસમાં ગોવિંદભાઈ સગરપીયા વળતર ચૂકવી માફી ન માંગે તો ન્યાય તંત્ર દ્વારા કાર્યવાહિ કરવામાં આવશે.
જાણો નોટીસમાં શું લખ્યું
નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે 22 ડિસેમ્બર 2022ના રોજ રીબડા ગામ ખાતે યોજાયેલ એક જાહેર સભામાં અનિરૂદ્ધસિંહ જાડેજા અને તેમના પરિવારજનો વિરૂદ્ધ અસભ્ય ભાષાનો અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. અને તેમનું આ કરવા પાછળનું કારણ માત્ર તેમની બદનક્ષી છે. તેમજ તેઓએ આ નોટીસમાં ચેતવણી પણ આપી છે કે અનિરૂધ્ધસિંહ જાડેજા કે તેના પરીવારજનો વિરુદ્ધ કોઈપણ પ્રકારની બદનક્ષી કારક નિવેદનો, ભાષણો કરવા કરાવવા તાત્કાલીક અસરથી બંધ કરવામાં આવે. તેમજ તેના પરીવારજનોને થયેલ માનસીક ત્રાસ, તીવ્ર માનસીક વેદના, તથા સામાજીક, વ્યવસાયીક અને પારીવારીક રીતે થયેલ આબરું ના ધોવાણની નુકશાની ના વળતર પેટે રૂપિયા 50 કરોડનું વળતર નોટીસ મળ્યાના 7 દિવસમાં ચૂકવી દેવામાં આવે. અને તેઓ અને તેમના પરિવારની માફી માંગીને હવે પછીથી ભવિષ્યમાં આ પ્રકારનું કોઈપણ કૃત્ય રીપીટ કરશો નહીં તેનું બાંહેધરી પત્ર પણ આપવામાં આવે તેમ પણ જણવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : વડોદરાના નવા મેયરની થઈ જાહેરાત, જાણો કોણ સંભાળશે પદભાર