ટ્રેન્ડિંગમનોરંજન

એનિમલ તોડી શકે ગદર-2 અને ટાઈગર-3નો રેકોર્ડઃ ચાહકો આતુર

Text To Speech
  • ટ્રેડ એનાલિસ્ટે ડે-1ની કમાણીનું અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે. જો આ અનુમાન સાચું પડ્યું તો સંદીપ વાંગાની આ ફિલ્મની પહેલા દિવસની કમાણી સલમાન ખાન અને સની દેઓલની કમાણીને પછાડી શકે છે.

એનિમલ ભારતીય બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચવા જઈ રહી છે. રણબીર કપૂર અને બોબી દેઓલની ફિલ્મ અનેક રેકોર્ડ્સ તોડી શકે છે. અત્યારે સામે આવી રહેલા આંકડા તો એ વાત તરફ ઈશારો કરી રહ્યા છે. ટ્રેડ એનાલિસ્ટે ડે-1ની કમાણીનું અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે. જો આ અનુમાન સાચું પડ્યું તો સંદીપ વાંગાની આ ફિલ્મની પહેલા દિવસની કમાણી સલમાન ખાન અને સની દેઓલની કમાણીને પછાડી શકે છે. એનિમલ ટાઈગર-3 અને ગદર-2ને પછાડી શકે છે.

પહેલા દિવસે કરી શકે છે આટલી કમાણી

એનિમલ 2023ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંથી એક છે. તે 1 ડિસેમ્બરે રિલીઝ થશે. આવા સંજોગોમાં ભારતમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ 26 નવેમ્બરથી શરૂ થશે. આ ફિલ્મ પહેલા દિવસે 50 કરોડનો બિઝનેસ કરી શકે છે. એનિમલની સાથે વિકી કૌશલની સેમ બહાદુર પણ 1 ડિસેમ્બરે રિલીઝ થશે.

…તો એનિમલ 2023ની ત્રીજી સૌથી મોટી ઓપનિંગ બનશે

સલમાનખાનની ટાઈગર-3એ પહેલા દિવસે 44.50 કરોડ રૂપિયાની અને સનીદેઓલની ગદર-3એ 40.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પ્રભાસની આદિપુરુષે 36 કરોડની કમાણી કરી હતી. રણબીર કપૂર અને બોબી દેઓલની ફિલ્મ એનિમલ પહેલા દિવસે 50 કરોડની કમાણી કરે તો તે 2023ની ત્રીજી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બનશે. પહેલા અને બીજા નંબરે શાહરૂખની જવાન અને પઠાણ છે. આ ફિલ્મોએ અનુક્રમે 75 કરોડ રુપિયા અને 57 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

એનિમલ તોડી શકે ગદર-2 અને ટાઈગર-3નો રેકોર્ડઃ ચાહકો આતુર hum dekhenge news

ચાર મહિનાની સખત ટ્રેનિંગ બાદ બોબીએ બનાવ્યું જબરજસ્ત બોડી

એનિમલ ફિલ્મના ટીઝર સમયથી જ રણબીર કપૂર સિવાય જો અન્ય કોઈ અભિનેતાની ચર્ચા હોય તો તે છે બોબી દેઓલ. બોબીએ ચાર મહિનાની સખત મહેનત બાદ વિલનનું ખૂંખાર બોડી બનાવ્યું છે. તેને બોલિવુડના જાણીતા ફિટનેસ ટ્રેનર પ્રજ્જવલ શેટ્ટીએ ટ્રેનિંગ આપી છે. પ્રજ્જવલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે મને બોબીનું બોડી રણબીર કરતા વધારે પહોળું બનાવવા માટે ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ ચાર મહિનાનો સમય આપ્યો હતો. બોબીની સાથે સાથે મારા માટે પણ આ એક પડકાર હતો.

આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત, દેશભરમાં શરૂ થશે ઇથેનોલ પંપ

Back to top button