ટ્રેન્ડિંગમનોરંજન

‘એનિમલ ગર્લ’ તૃપ્તિ ડિમરી બનશે શાહરૂખ-સલમાન, રણબીરની પડોશણ, જાણો ઘરની કિંમત

Text To Speech
  • અભિનેત્રી તૃપ્તિ ડિમરી ‘એનિમલ’ ફિલ્મ બાદ રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ હતી. તૃપ્તિએ ‘એનિમલ’માં તેના અભિનયથી લાખો દર્શકોને દિવાના બનાવ્યા હતા

8 જૂન, મુંબઈઃ વર્ષ 2023માં રીલીઝ થયેલી ફિલ્મ ‘એનિમલ‘એ બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી હતી. આ ફિલ્મમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની જોડી જોવા મળી હતી. સાથે સાથે અભિનેત્રી તૃપ્તિ ડિમરી આ ફિલ્મ બાદ રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ હતી. તૃપ્તિએ ‘એનિમલ’માં તેના અભિનયથી લાખો દર્શકોને દિવાના બનાવ્યા હતા. એનિમલ ગર્લના નામથી તે ફેમસ બની ગઈ હતી. હાલમાં તે આગામી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’નું શૂટિંગ પણ કરી રહી છે. આ સિવાય તેની પાસે બીજા ઘણા મોટા પ્રોજેક્ટસ પણ છે. આ દરમિયાન અભિનેત્રીએ મુંબઈમાં તેના સપનાનું ઘર ખરીદ્યું છે.

બાંદ્રાના પોશ વિસ્તારમાં ખરીદ્યું મકાન

તૃપ્તિ ડિમરીએ તાજેતરમાં જ મુંબઈના કાર્ટર રોડના બાંદ્રા વિસ્તારમાં પોતાના માટે એક આલીશાન પ્રોપર્ટી ખરીદી છે. તેમનો બંગલો બાંદ્રા વેસ્ટના પ્રાઇમ લોકેશન પર આવેલો છે, જે ખૂબ જ પોશ વિસ્તાર છે. બાંદ્રાના આ વિસ્તારમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, રેખા અને આલિયા-રણબીર કપૂર જેવા અનેક બોલિવૂડ સ્ટાર્સ રહે છે. આ બંગલો ગ્રાઉન્ડ-પ્લસ-ટુ ફ્લોરનો છે અને 2226 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલો છે.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

આ છે બંગલાની કિંમત

રિપોર્ટમાં જણાવાયું છે કે કે તૃપ્તિએ બાંદ્રામાં જે નવો બંગલો ખરીદ્યો છે તેની કિંમત 14 કરોડ રૂપિયા છે. આ સિવાય અભિનેત્રીએ સ્ટેમ્પ ડ્યુટી તરીકે 70 લાખ રૂપિયા અને રજિસ્ટ્રેશન ફી પેટે 30,000 રૂપિયાની વધારાની રકમ ચૂકવી છે. અભિનેત્રીએ 3 જૂન, 2024ના રોજ આ પ્રોપર્ટીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ બંગલો 2226 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે.

તૃપ્તિ ડિમરીનું વર્ક ફ્રન્ટ

તૃપ્તિ ડિમરી ઉત્તરાખંડના ગઢવાલની રહેવાસી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે આગામી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’માં જોવા મળશે. જુલાઈ 2024માં રીલીઝ થનારી આ ફિલ્મમાં તેની સાથે વિકી કૌશલ અને પંજાબી એક્ટર એમી વિર્ક જોવા મળશે. આ સિવાય તે કાર્તિક આર્યન સાથે ‘ભૂલ ભુલૈયા 3’માં જોવા મળશે.

આ પણ વાંચોઃ કરીના કપૂરે 17 વર્ષ બાદ જબ વી મેટના ગીત ‘યે ઇશ્ક હાયે’ પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો

Back to top button