ટ્રેન્ડિંગમનોરંજન

એનિમલ રણબીરની સૌથી મોટી ઓપનિંગ બની શકેઃ એડવાન્સ બુકિંગમાં તેજી

  • ટ્રેલર આવ્યા બાદ જ મેકર્સે એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધુ હતુ. જે રીતે ટિકિટ બુક થઈ રહી છે તે જોતા લાગી રહ્યું છે કે એનિમલને પહેલા દિવસે તગડી ઓપનિંગ મળી શકે છે.

મનોરંજનની દુનિયામાં હાલમાં જેની સૌથી વધુ ચર્ચા છે, તે છે રણબીર કપૂરની એનિમલ ફિલ્મની. એનિમલ ફિલ્મના ટીઝરનો વીડિયો સામે આવ્યા બાદ ફિલ્મને લઈને જબરજસ્ત માહોલ બની ગયો હતો, પરંતુ ટ્રેલર આવ્યા બાદ તો એનિમલ માટે દરેક ફેન્સ ક્રેઝી બન્યા છે અને કાગડોળે તેની રીલીઝની રાહ જોઈ રહ્યા છે.  ટ્રેલર આવ્યા બાદ જ મેકર્સે એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધુ હતુ. જે રીતે ટિકિટ બુક થઈ રહી છે તે જોતા લાગી રહ્યું છે કે એનિમલને પહેલા દિવસે તગડી ઓપનિંગ મળી શકે છે. એટલું જ નહિ એડવાન્સ બુકિંગનો ટ્રેન્ડ પણ એ ઈશારો કરે છે. એનિમલ રણબીરના કરિયરમાં સૌથી મોટુ ઓપનિંગ કલેક્શન લઈને પણ આવી શકે છે.

એનિમલની ટિકિટ ફટાફટ બુક, રણબીરને મળી શકે છે કરિયરની સૌથી મોટી ઓપનિંગ hum dekhenge news

ફટાફટ ચાલી રહ્યું છે એનિમલનું એડવાન્સ બુકિંગ

સોમવારે સવાર સુધી એનિમલ માટે બે લાખથી વધુ ટિકિટ એડવાન્સમાં બુક થઈ ચૂકી છે. ત્રણ મોટી નેશનલ ચેન્સમાં રણબીરની ફિલ્મ માટે એક લાખથી વધુ એડવાન્સ ટિકિટ બુક થઈ ચૂકી છે. રિલીઝના ચાર દિવસ પહેલા એનિમલ એડવાન્સ બુકિંગથી લગભગ 7 કરોડ રુપિયા કરતા વધુ કમાણી કરી ચુકી છે.

બુકિંગમાં હજુ વધારે તેજી આવશે. શુક્રવાર નજીક આવશે તેમ તેમ બુકિંગ પણ વધશે. એનિમલને લઈને દર્શકો ખૂબ જ એક્સાઈટેડ છે. કબીર સિંહ જેવી સુપરહિટ ફિલ્મ આપી ચુકેલા ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા એનિમલમાં રણબીરને ખૂંખાર ગેંગસ્ટરના રોલમાં લઈને આવ્યા છે. જેને જોઈને લોકો હેરાન છે. તેની સાથએ રશ્મિકા મંદાનાનો રોમાન્સ અને બોબી દેઓલનો ભયાનક વિલન રોલ પણ દર્શકોને ઈમ્પ્રેસ કરી રહ્યો છે.

ઓપનિંગ કલેક્શન 40 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા

‘એનિમલ’ની કમાણી પહેલા દિવસે સરળતાથી 40 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. રણબીરના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થયેલી ‘બ્રહ્માસ્ત્ર’ છે. તેણે પહેલા જ દિવસે 36 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. રણબીરની 2018ની ફિલ્મ ‘સંજુ’નું નેટ ઓપનિંગ કલેક્શન 34.75 કરોડ રૂપિયા હતું, જે તે વર્ષની સૌથી મોટી ઓપનિંગ હતી. ‘એનિમલ’ આ બે ફિલ્મોથી આગળ નીકળીને રણબીર માટે સૌથી મોટી ઓપનિંગ લાવશે તેવી શક્યતાઓ લાગી રહી છે.

આ વર્ષે બોલિવૂડ ફિલ્મોમાં સૌથી મોટું ઓપનિંગ કલેક્શન શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ‘જવાન’ના નામે છે, જેણે પહેલા દિવસે 75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હાલમાં બોલિવૂડની કોઈપણ ફિલ્મ માટે આ આંકડા સુધી પહોંચવું મુશ્કેલ છે, પરંતુ ‘એનિમલ’નું ઓપનિંગ કલેક્શન ચોક્કસપણે 2023ના ટોપ 5 ઓપનિંગ કલેક્શનમાં સ્થાન મેળવી શકે છે. આ વર્ષે બોલિવૂડ માટે સૌથી વધુ ઓપનિંગ ધરાવતી ફિલ્મો નીચે મુજબ છે

1. જવાન- રૂ. 75 કરોડ
2. પઠાણ- રૂ 57 કરોડ
3 ટાઇગર 3- રૂ 44.50 કરોડ
4. ગદર 2- રૂ 40.10 કરોડ
5. આદિપુરુષ- રૂ 36 કરોડ

આ પણ વાંચોઃ સ્વર્ગસ્થ રાજકુમાર કોહલીની પ્રાર્થનાસભામાં સની દેઓલ ટ્રોલઃ ભડક્યા લોકો

Back to top button