66 વર્ષના અનિલ કપૂરે 54 વર્ષના બોબી દેઓલને આપી ફાઈટ


રણબીર કપૂરની ફિલ્મ એનિમલનો ફિવર ચાહકોમાં ઊંચો ચાલી રહ્યો છે. જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી ફેન્સ સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
અનિલ કપૂરે 54 વર્ષના બોબી દેઓલને ફાઈટ આપી
ફિલ્મ રીલિઝના થોડા દિવસો પહેલા અનિલ કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને હલચલ મચાવી દીધી છે. એનિમલ એક્ટરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોબી દેઓલ સાથે એક ફોટો શેર કર્યો છે, જેમાં બંને તેમના એબ્સ ફ્લોન્ટ કરતા જોવા મળે છે.
View this post on Instagram
આ કેપ્શન લખ્યું
આ તસવીર શેર કરતી વખતે અનિલ કપૂરે ખૂબ જ ફની કેપ્શન આપ્યું છે. તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
ચાહકો આ બંને કલાકારોના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે ‘ફાધર ઈઝ ફાધર…’ જ્યારે કોઈએ અનિલ કપૂરને સૌથી મોટી પ્રેરણા ગણાવી. અન્ય એક યુઝરે લખ્યું કે એનિમલના પિતા ખૂબ જ મજબૂત દેખાય છે.
રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’માં અનિલ કપૂર તેના પિતાની ભૂમિકામાં છે જ્યારે રશ્મિકા મંદન્ના તેની પત્નીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં બોબી દેઓલ વિલનની ભૂમિકામાં હશે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ પૂરજોશમાં થઈ રહ્યું છે. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘એનિમલ’ 50 કરોડ રૂપિયાની ઓપનિંગ કરશે. જો આમ થશે તો તે રણબીર કપૂરની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મનો રેકોર્ડ પોતાના નામે કરી લેશે.