ટ્રેન્ડિંગમનોરંજન

અનિલ કપૂર-શોભિતાની ‘ધ નાઈટ મેનેજર’ એમી એવોર્ડ ન જીતી, કઈ સીરીઝ વિજેતા?

Text To Speech
  • ભારતીય વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’ એમી એવોર્ડ્સમાં બેસ્ટ ડ્રામા કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી, પરંતુ આ સિરીઝ જીત ચૂકી ગઈ હતી

HD ન્યુઝ ડેસ્કઃ ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સની 52મી આવૃત્તિનું ન્યુયોર્કમાં 26 નવેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ ભારતીય સ્ટેન્ડઅપ કોમેડિયન-અભિનેતા વીર દાસ દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ભારતીયે આટલા મોટા આંતરરાષ્ટ્રીય એવોર્ડ સમારોહનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત ભારત માટે બીજી એક ગર્વની ક્ષણ એ હતી, જેમાં ભારતીય વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’ને એમી એવોર્ડ્સમાં બેસ્ટ ડ્રામા કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી, પરંતુ આ સિરીઝ જીત ચૂકી ગઈ હતી.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

આ વેબ સિરીઝમાં અનિલ કપૂર , આદિત્ય રોય કપૂર અને શોભિતા ધુલીપાલા મુખ્ય ભૂમિકામાં હતા . જોકે આ સિરીઝ એમી એવોર્ડ જીતી શકી નથી. આ વખતે અમેરિકન-ફ્રેન્ચ અને જાપાનીઝ ટેલિવિઝન સીરીઝ ડ્રોપ ઓફ ગોડને શ્રેષ્ઠ ડ્રામા શ્રેણીમાં એમી એવોર્ડ મળ્યો છે. આદિત્ય રોય કપૂર અને ‘ધ નાઈટ મેનેજર’ના ડિરેક્ટર સંદીપ મોદીએ એમી એવોર્ડ્સ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ‘ધ નાઈટ મેનેજર’ એકમાત્ર ભારતીય સિરીઝ હતી જેને એમી એવોર્ડ્સમાં નોમિનેશન મળ્યું હતું.

ભારતીય વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’ વિશે વાત કરીએ તો, આ શો એ જ નામની બ્રિટિશ સીરીઝ અને જ્હોન લે કેરેની નવલકથાનું રૂપાંતરણ છે. આ શોમાં આદિત્ય રોય ઉપરાંત, અનિલ કપૂર, શોભિતા ધુલીપાલા, તિલોત્તમા શોમ, સાસ્વતા ચેટર્જી અને રવિ બહલ મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝનું નિર્દેશન સંદીપ અને પ્રિયંકા ઘોષે કર્યું છે. તેના બે ભાગ આવી ચૂક્યા છે અને બંનેને દર્શકોએ ખૂબ પસંદ કર્યા છે. તમે ડિઝની પ્લસ હોટસ્ટાર પર આ શો જોઈ શકો છો.

આ પણ વાંચોઃ રેપર બાદશાહની નાઈટ ક્લબમાં વિસ્ફોટ, પોલીસે કર્યો આ દાવો

Back to top button