અનિલ કપૂરે પહેર્યું પાકિસ્તાની બ્રાન્ડનું જેકેટ ! કો-ફાઉન્ડરે કર્યું ટ્વીટ
અનિલ કપૂર, નીતુ કપૂર, કિયારા અડવાણી અને વરુણ ધવન અભિનીત તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘જુગ જુગ જિયો’ જબરદસ્ત ચર્ચામાં છે. પહેલા દિવસે ફિલ્મની શરૂઆત ધીમી હતી પરંતુ, હવે ‘જુગ જુગ જિયો’એ બોક્સ ઓફિસ પર જોર પકડ્યું છે અને ફિલ્મ સારો બિઝનેસ કરી રહી છે.
સોશિયલ મીડિયા પર જુગ જુગ જીયોની વિડિયો ક્લિપ અને ફોટા પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. હવે આ દરમિયાન, ફિલ્મનું એક પોસ્ટર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે, જેમાં ‘જુગ જુગ જિયો’ની આખી સ્ટાર કાસ્ટ જોવા મળી રહી છે. પોસ્ટરમાં દરેક વ્યક્તિ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે અને ખુશ દેખાઈ રહી છે. જો કે, આ પોસ્ટર વાયરલ થવા પાછળનું બીજું કારણ સામે આવ્યું છે.
Woke up today and was pleasantly surprised to see the legend @AnilKapoor in rastah for his new film jugjugg jeeyo! ???????? pic.twitter.com/4Ufr4SREvb
— Zain Ahmad (@zainoo_95) June 25, 2022
આ પોસ્ટરમાં અનિલ કપૂરનું જેકેટ પહેલા શાનદાર દેખાઈ રહ્યું છે, તે ભારતીય બ્રાન્ડનું નથી પરંતુ પાકિસ્તાની બ્રાન્ડનું છે અને આ અમે નથી કહી રહ્યા, પરંતુ તે બ્રાન્ડના કો-ફાઉન્ડર ઝૈન અહેમદે પોતે બનાવ્યું છે. તેમનું સત્તાવાર નિવેદન તેમણે ટ્વિટર હેન્ડલ પર આ અંગેની માહિતી આપી છે અને પોતાની ખુશી પણ વ્યક્ત કરી છે. જૈને પોતાના ટ્વિટમાં બે ફોટા શેર કર્યા છે જેમાં અનિલ કપૂર બ્લુ અને પર્પલ કલરના જેકેટમાં જોવા મળી રહ્યો છે. એક ફોટો ફિલ્મના પોસ્ટરનો છે અને બીજો ફોટો ફિલ્મનું એક સીન દર્શાવે છે.
આ તસવીરો શેર કરતાં જૈને લખ્યું કે, ‘આજે સવારે ઉઠ્યો અને લિજેન્ડ એક્ટર અનિલ કપૂરને તેની નવી ફિલ્મ જુગ જુગ જિયોમાં rastah જેકેટ પહેરેલા જોઈને આશ્ચર્ય થયું. જૈનના આ ટ્વીટનો જવાબ આપીને ચાહકો પણ આ અદ્ભુત કહી રહ્યા છે.