E-ઓક્શનથી વેચાશે અનિલ અંબાણીની કંપની, જાણો ક્યારથી શરૂ થઈ રહી છે આ પ્રોસેસ
બિઝનેસ ડેસ્કઃ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ લિમિટેડ દેવામાં ફસાયેલી છે. હવે આ કંપનીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. કંપનીની હરાજીની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. આ માટે બોલી લગાવનાર લોકો માટે E-ઓક્શનની પ્રક્રિયાને લગભગ અંતિમ સ્વરૂપ આપી દેવાયું છે.
RCLની સંપત્તિનું ઓક્શન 19 ડિસેમ્બરથી થશે. એવામાં આ કામ માટે લગભગ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ એક ઈ-ઓક્શન હશે. કંપનીને ખરીદવા માટે Cosmea-Piramalએ 5,300 કરોડ રૂપિયાની ઓફર કરી છે. એવામાં આ ઈ-ઓક્શનથી આ એમાઉન્ટની બેઝ પ્રાઈઝ રાખવામાં આવી છે. આશા છે કે 19 ડિસેમ્બરથી આ બોલી શરૂ થશે જે 21 ડિસેમ્બર સુધીમાં ખતમ થઈ જશે.
બીજા રાઉન્ડની બોલીનો આ છે પ્લાન
પહેલા રાઉન્ડની બોલી ખતમ થયા બાદ બીજા રાઉન્ડની પહેલી બોલીને બેસ્ટ બોલી પ્રાઈઝથી 750 કરોડ રૂપિયા વધુ રાખવામાં આવશે. તો ત્રીજા રાઉન્ડમાં અંતિમ બેસટ બોલીસથી 500 કરોડ વધુ રાખવાનું પ્લાનિંગ છે. આ સાથે જ આ ઓક્શનમાં મિનિમમ બોલી 250 કરોડ રૂપિયાની હોવી જોઈએ.
કંપનીએ બેંકના 2400 કરોડ ડિફોલ્ટ કર્યા
મહત્વની વાત એ છે કે રિલાયન્સ કેપિટલે ગત વર્ષે બેંકના 2400 કરોડ રૂપિયાની લોન ડિફોલ્ટ કરી છે. આ પહેલી વખત છે જ્યારે આટલી મોટી ડિફોલ્ટ કરનારી કંપનીનું ઈ-ઓક્શનની પ્રક્રિયા શરૂ કરાશે. આ તમામ પ્રક્રિયાને Bankruptcy Code- 2016 મુજબ કંડક્ટ કરવામાં આવે છે. કંપનીને યોગ્ય બોલી મળે તે માટે ભારતીય જીવન વીમા નિગમ અને EPFOએ કંપનીને વધુમાં વધુ બોલી લગાડવાનું કહ્યું છે.
આ ચાર કંપનીઓ તરફથી મળી બોલી
રિલાયન્સ કેપિટલને ખરીદવા માટે ચાર કંપનીઓએ બોલી લગાવી છે. આ ઉપરાંત Cosmea-Piramal,ઓક્ટ્રી, હિન્દુજા અને ટોરેન્ટ ગ્રૂપે બોલી લગાવી છે. આ પહેલાં ગત વર્ષે નવેમ્બરમાં રિલાયન્સ કેપિટલ જે એક બિન નાણાકીય કંપની (NBFC) છે તેને દેવાળુ સંહિતાથી ઓક્શન કરવામાં આવી રહી છે. રિલાયન્સ કેપિટલ એવી ત્રીજી NBFC છે જેની હરાજી આ નિયમ અંતર્ગત કરવામાં આવશે.