ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

પ્રયાગરાજ: મહાકુંભમાં અનિલ અંબાણી અને ટીના અંબાણી પહોંચ્યાં, સંગમમાં પવિત્ર ડુબકી લગાવી

Text To Speech

પ્રયાગરાજ, 28 જાન્યુઆરી 2025: રિલાયન્સ જૂથના અનિલ અંબાણી અને તેમનાં પત્ની ટીના અંબાણી પણ 27 જાન્યુઆરીના રોજ સોમવારે પ્રયાગરાજ પહોંચ્યાં હતાં. મહાકુંભના મેળામાં લાખો ભક્તો સંગમમાં પુણ્યની ડુબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે. આ દરમ્યાન ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને પત્ની ટીના અંબાણી પણ મહાકુંભમાં ભાગ લેવા પહોંચ્યાં હતાં અને સંગમમાં પવિત્ર ડુબકી લગાવી હતી. અનિલ અંબાણી અને ટીન અંબાણીની સાથે સાથે આ મહાકુંભમાં અન્ય કેટલીય પ્રસિદ્ધ હસ્તીઓ સામેલ હતી. મહાકુંભ મેળો, જે 13 જાન્યુઆરીના રોજ પોષ પૂર્ણિમાંથી શરુ થયો હતો.

અત્યાર સુધીમાં લાખો શ્રદ્ધાળુઓનું સ્વાગત કરી ચૂક્યો છે. પહેલા 14 દિવસમાં જ 110 મિલિયનથી વધારે લોકો સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે. આ સંખ્યા સતત વધતી જાય છે અને માનવામાં આવે છે કે આ મહાકુંભમાં 45 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ ભાગ લેશે.

12 વર્ષે એક વાર આયોજીત થાય છે મહાકુંભ

મહાકુંભ મેળો દર 12 વર્ષે એક વાર આયોજીત થાય છે અને તે ધાર્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ મહાકુંભ મેળો નથી પણ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે. આ ભારતની સાંસ્કૃતિક ધરોહરનું પણ પ્રતીક છે. જે દુનિયાભરના શ્રદ્ધાળુઓને આકર્ષિત કરે છે.

આ પણ વાંચો: મહાકુંભ 2025: શાહી સ્નાન પહેલા ભીડ બેકાબૂ થઈ, 10 પુલ બંધ કરતા લોકો ગુસ્સે થયાં, SDMની ગાડીમાં તોડફોડ કરી

મહાકુંભ વિશેના તમામ સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>

>>> https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button