ANI ન્યૂઝ એજન્સીએ Wikipedia સામે દિલ્હી HCમાં 2 કરોડનો માનહાનિનો દાવો કર્યો, સમન્સ જારી
- ANIએ કથિત રીતે અપમાનજનક સામગ્રી પ્રકાશિત કરવાથી રોકવાની અને આ સામગ્રીને દૂર કરવાની માંગ ઉચ્ચારી
નવી દિલ્હી, 9 જુલાઇ: ANI મીડિયા પ્રાઇવેટ લિમિટેડે Wikipedia સામે તેના સમાચાર એજન્સીના કથિત રૂપે બદનક્ષીભર્યા વર્ણનને લઈને દિલ્હી હાઈકોર્ટમાં દાવો દાખલ કર્યો છે. ANIએ વિકિપીડિયાને તેના પ્લેટફોર્મ પર ન્યૂઝ એજન્સીના પેજ પર કથિત રીતે અપમાનજનક સામગ્રી પ્રકાશિત કરવાથી રોકવાની અને આ સામગ્રીને દૂર કરવાની માંગ ઉચ્ચારી છે. ANIએ વિકિપીડિયા પાસેથી 2 કરોડ રૂપિયાના નુકસાનની માંગણી કરી છે. જસ્ટિસ નવીન ચાવલાએ વચગાળાની રાહત માંગતી ANIની અરજી પર નોટિસ જારી કરી હતી અને આ મામલાની વધુ સુનાવણી 20 ઓગસ્ટના રોજ મુલતવી રાખી હતી.
ANI Media Private Limited has filed suit against Wikipedia before the Delhi High Court over allegedly defamatory description of the news agency.
Read more: https://t.co/nWx29a9m4e pic.twitter.com/iDmry02m5I
— Live Law (@LiveLawIndia) July 9, 2024
વિકિપીડિયાના પેજ પર “વર્તમાન કેન્દ્ર સરકાર માટે પ્રચાર ઉપકરણ તરીકે કામ કરવા, નકલી સમાચાર વેબસાઇટ્સના વિશાળ નેટવર્કમાંથી સામગ્રીનું વિતરણ કરવા અને ઘટનાઓની ખોટી જાણ કરવા માટે ANIની ટીકા કરવામાં આવી છે.”
કેસનું શીર્ષક: ANI Media Pvt Ltd vs Wikimedia Foundation Inc & Ors.
કોર્ટે, ANIએ અને તેના વકીલે શું કહ્યું?
ANI તરફથી હાજર રહેલા એડવોકેટ સિદ્ધાંત કુમારે કોર્ટને કહ્યું કે, ‘નિવેદનમાં ઉલ્લેખિત સામગ્રી બદનક્ષીકારક છે. વિકિપીડિયા, જે મધ્યસ્થી છે, તે એક એવું પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ હવે જાહેર ઉપયોગિતા તરીકે થાય છે. તે એક ખાનગી સંસ્થા તરીકે વર્તી શકે નહીં.’ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, વિકિપીડિયાએ ANIનું પેજ તેના સંપાદકો સિવાય સમાચાર એજન્સી દ્વારા સંપાદન(editing) માટે બંધ કરી દીધું છે.’
જસ્ટિસ ચાવલાએ મૌખિક રીતે ટિપ્પણી કરી હતી કે,વિકિપીડિયાને તેના અભિપ્રાયનો અધિકાર છે અને તે કોર્ટ સમક્ષ તેની આ કામગીરીનો ખુલાસો કરશે. કોર્ટે કહ્યું કે, અંતે તો તેમને પણ તેમનો અભિપ્રાયનો અધિકાર છે, તેઓ આવશે અને સ્પષ્ટતા કરશે. આ બદનક્ષીનો કેસ છે.”
વિકિમીડિયા ફાઉન્ડેશન અને તેના અધિકારીઓ સામેના તેના દાવામાં, ANIએ જણાવ્યું હતું કે, તેમને કથિત રીતે ન્યૂઝ એજન્સીની પ્રતિષ્ઠાને કલંકિત કરવા અને તેની વિશ્વસનીયતાને બદનામ કરવાના દૂષિત ઈરાદા સાથે સ્પષ્ટપણે ખોટી અને બદનક્ષીભરી સામગ્રી પ્રકાશિત કરી છે.
વિકિપીડિયા પેજ પરની કેટલીક સામગ્રીથી ANI ચિંતિત
-નવા મેનેજમેન્ટ હેઠળ, ANI પર 500થી વધુ કર્મચારીઓ સાથે આક્રમક મોડલ પ્રેક્ટિસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપ મુજબ, એશિયન ન્યૂઝ એજન્સી મહત્તમ આવક પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યાં પત્રકારોની સરળતાથી ઉપેક્ષા કરી શકાય છે. ઘણા કર્મચારીઓએ ANI પર માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલી ન હોવાનો અને તેના ભૂતપૂર્વ કર્મચારીઓ સાથે ખરાબ વ્યવહાર કરવાનો આરોપ મૂક્યો હતો.
– 20 જુલાઈ 2023ના રોજ, ANIએ 2023 મણિપુર હિંસા દરમિયાન બે કુકી મહિલાઓના જાતીય હુમલા અને દૂષક્રમ માટે મુસ્લિમોને ખોટી રીતે દોષી ઠેરવ્યા હતા. ANIએ આક્ષેપ કર્યો હતો કે વિકિમીડિયા પર તેના અધિકારીઓ દ્વારા સામગ્રીનું સંપાદન(editing) કરીને ઉલટાવી દીધી છે.
મુકદ્દમા જણાવવામાં આવ્યું કે, “આમ, પ્રતિવાદી નંબર 1ના આચરણના પરિણામે, અધિનિયમની કલમ 79(1) હેઠળ તેની સલામત-આશ્રય સુરક્ષાને ગુમાવી છે, કારણ કે તે બદનક્ષીપૂર્ણ સામગ્રી હોસ્ટ કરવા અને પ્રકાશિત કરવા માટે જવાબદાર છે.”
આ પણ જુઓ: ‘સુપ્રીમ કોર્ટની ગરિમાને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો ન હતો’, IMAના અધ્યક્ષે માફીપત્ર જારી કર્યો