ગુસ્સો વધશે અને બિઝનેસમાં લાભ પણ થશે, બે મોટા ગ્રહોની યુતિની કોને થશે અસર?
- બે મોટા ગ્રહ, મંગળ અને શનિ એક સાથે આવવાથી મંગળના પરિવર્તનની અસર દરેક વ્યક્તિ સહિત તમામ પ્રાણીઓ પર પણ પડશે. આ ક્રમમાં મેષથી લઈને મીન સુધી તમામ જાતકો પર નિમ્ન પ્રભાવ જોવા મળશે. જાણો બે મોટા ગ્રહોની યુતિની કોને થશે અસર?
ભૂમિ, ભવન, વાહન, પરાક્રમ, વિજય, કીર્તિ, યુદ્ધ, સાહસ, જીવન, શક્તિ, ક્રોધ અને ઉત્તેજનાનો કારક ગ્રહ મંગળના ગોચરમાં પરિવર્તન 15 માર્ચના રોજ થઈ ચૂક્યું છે. મંગળ પોતાની રાશિમાંથી નીકળીને કુંભમાં પ્રવેશ કરી ચૂક્યો છે. મંગળ અને શનિનો યોગ બનવાના કારણે અચાનક મોટી દુર્ઘટના પણ થઈ શકે છે. ખાસ કરીને વાહનને લઈને સતર્ક રહેવાની જરૂર રહેશે. આગના કારણે નુકશાન થાય તેવી પણ શક્યતાઓ છે. 40 દિવસ સુધી મંગળ આ જ રાશિમાં રહેશે અને બે મોટા ગ્રહ, મંગળ અને શનિ એક સાથે આવવાથી મંગળના પરિવર્તનની અસર દરેક વ્યક્તિ સહિત તમામ પ્રાણીઓ પર પણ પડશે. આ ક્રમમાં મેષથી લઈને મીન સુધી તમામ જાતકો પર નિમ્ન પ્રભાવ જોવા મળશે. જાણો બે મોટા ગ્રહોની યુતિની કોને થશે અસર?
મેષ
આર્થિક ગતિવિધિઓમાં વ્યાપક સુધારા થશે. આવકના નવા સાધનો ઉભા થઈ શકે છે. રિસર્ચ કે અભ્યાસ તરફ મન લાગશે. સંતાન પાસેથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વાણી વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે સમય અનુકૂળ રહેશે. કોમ્પિટિટીવ એક્ઝામમાં વિજયના યોગ બની રહ્યા છે.
વૃષભ
નોકરી કે વ્યવસાયમાં પરિવર્તનનો યોગ છે. સન્માનમાં વૃદ્ધિ થશે. ક્રોધમાં વધારો થઈ શકે છે. જમીન મિલકત અને અચલ સંપતિથી લાભની સ્થિતિ બની શકે છે. સંતાન પક્ષ પાસેથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. સંતાન પર ખર્ચની સ્થિતિ પણ ઉદ્ભવી શકે છે.
મિથુન
સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. પરાક્રમમાં વૃદ્ધિ થઈ શકે છે. પ્રતિયોગિતામાં વિજયની સ્થિતિ રહેશે. કામમાં ભાગ્યનો સાથ અવરોધો ઉભા કરી શકે છે. આર્થિક ગતિવિધિઓમાં સુધારા થઈ શકે છે. ક્રોધમાં વૃદ્ધિ થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતાની સ્થિતિ ઉભી થઈ શકે. ઘર અને મકાન પર ખર્ચ થઈ શકે.
કર્ક
વાણીની તીવ્રતામાં વધારો થઈ શકે છે. સંતાન પક્ષને લઈને ચિંતાજનક સ્થિતિ ઉદ્ભવશે. પારિવારિક કાર્યોમાં વૃદ્ધિ થઈ શકે છે. પેટ અને પગની તકલીફો તણાવ લાવી શકે છે. આર્થિક ગતિવિધિઓમાં પ્રગતિ થઈ શકે છે. પરાક્રમ અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. પરિશ્રમમાં અવરોધની સ્થિતિ ઉભી થઈ શકે છે.
સિંહ
પારિવારિક કાર્યોમાં વૃદ્ધિની સ્થિતિ થઈ શકે. અચાનક ધનલાભની સ્થિતિ ઉદ્ભવી શકે છે. ક્રોધમાં વધારો થઈ શકે છે. નોકરીમાં પરિવર્તનની શક્યતાઓ છે. માનસિક સંઘર્ષમાં વધારો થઈ શકે છે. ભાગીદારીના કાર્યોમાં પ્રગતિની શક્યતા છે. સચેત રહીને ભાગીદારી કરવી.
કન્યા
કોમ્પિટિટીવ પરીક્ષાઓમાં વિજયની શક્યતાઓ છે. દૂરની યાત્રાઓ પર ખર્ચ થઈ શકે છે. આંખોની સમસ્યાઓ સ્ટ્રેસ આપી શકે છે. અચાનક ક્રોધમાં વધારો થઈ શકે છે. માનસિક દ્વંદના કારણે સ્ટ્રેસ આવી શકે છે. પેટની સમસ્યાના કારણે પણ તણાવ આવી શકે છે. ભોગ વિલાસિતા પર ખર્ચ વધી શકે છે.
આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ ક્યારથી? જાણો તારીખ, મુહૂર્ત અને શુભ યોગ