ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: સોશિયલ મીડિયામાં અપશબ્દો લખનાર સામે ઠાકોર સમાજમાં રોષ

Text To Speech
  • સમાજના આગેવાનોએ નાયબ કલેકટર આવેદનપત્ર પાઠવ્યું
  • બેન દિકરીઓ સામે કોમેન્ટ બોક્સમાં અપશબ્દો લખાતાં ઠાકોર સમાજમાં ભારે આક્રોશ

પાલનપુર, 07 જૂન 2024 તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતાં ખાનગી ન્યુઝ ચેનલોમાં વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ડિબેટ ચાલી રહી હતી. તે દરમિયાન ચૌધરી સમાજના કેટલાક યુવાનો દ્વારા ઠાકોર સમાજની બેન દિકરીઓ સામે કોમેન્ટ કરી અપશબ્દોનો ઉપયોગ કરાતાં ઠાકોર સમાજમાં ભારે આક્રોશ છવાયો છે. ત્યારે આજે ડીસા ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ડીસા રૂરલ પોલીસ મથકે અને નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને ઠાકોર સમાજની બેન દિકરીઓ સામે અપશબ્દો લખનાર અસમાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

ઠાકોર સમાજના આગેવાનોએ ચિમકી ઉચ્ચારી
ચુંટણીમાં હારજીત થતી રહે છે ત્યારે કોઈ સમાજને ટાર્ગેટ કરી વાંચી ન શકાય તેવા અપશબ્દો ખાનગી ચેનલના કોમેન્ટ બોક્સમાં લખવા કેટલું યોગ્ય છે. રાજ્ય ગુહમંત્રી હર્ષ સંઘવી બનાસડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લા પોલીસવડા દ્વારા તાત્કાલિક અસરથી આવા અસમાજીક તત્વોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નહી તો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના આગેવાનો અને હોદ્દેદારો સહિત યુવાનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચારી હતી.

આ પણ વાંચોઃગેનીબેનના નિવેદનથી પક્ષના કાર્યકરો નારાજ, જુઓ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પોસ્ટ

Back to top button