ગઇકાલે રાત્રીના સાળંગપુર કષ્ટભંજન મંદિર પ્રાંગણમાં ગતિવિધિઓ શરૂ થઇ હતી. જેમાં મંદિર તંત્ર દ્વારા સ્પીકર મારફતે જાહેરાત કરવામાં આવી હતી. તેમજ શ્રદ્ધાળુઓને મંદિર પરિસર ખાલી કરવાની સૂચના અપાઈ હતી. તેમજ પ્રતિમા ફરતે ઊંચા પડદા બાંધી કામગીરી કરવામાં આવી છે. ભીંતચિત્રો હટાવાયા બાદ પડદા હટાવવામાં આવ્યા છે. ત્યારે વિવાદિત ભીંતચિત્રોને હટાવ્યા બાદ પણ સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ યથાવત જ છે.
સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ યથાવત
ગુજરાત સરકાર સક્રિય થતાં સાળંગપુરમાંથી હનુમાનજીનાં અપમાનકારક ભીંતચિત્રો હટાવાયા છે. તેમ છતા સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ રોષ યથાવત જ છે. સાળંગપુર મંદિરમાંથી માત્ર ભીંતચિત્રો હટાવાયા છે પરંતુ સાધુ-સંતો દ્વારા રજૂકરવામા આવેલા અનેક મુદ્દાઓ પર સમાધાન થવાનું બાકી છે જેથી હજુ પણ કેટલાક વિવાદ યથાવત છે. સંતોની ફરિયાદ છે કે તમામ મુદ્દાઓ પર વાત કરવામા આવી નથી.
ઋષિ ભારતીની પ્રતિક્રિયા આવી સામે
ભારતી આશ્રમના મહંત ઋષિભારતી બાપુની પ્રતિક્રિયા આવી સામે આવી છે જેમાં તેઓએ કહ્યું છે કે “ભીંતચિત્રો હટાવ્યા બાદ પણ હજુ રોષ છે,ભીંતચિત્રો હટાવ્યા એ કાયમી ઉકેલ નથી’ અમારા 11 મુદ્દામાંથી એક મુદ્દા પર જ નિર્ણય લેવામાં આવ્યો છે, સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા દેખાડવાના પ્રયાસો થયા છે, તે ભાગ હંમેશા દૂર થાય એ અમારી માંગણી છે, જેથી સનાતન ધર્મના તમામ સાધુ-સંતોનું સ્ટેન્ડ યથાવત છે, સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય મંદિરોમાં જ્યાં પણ દેવી-દેવતાઓને નીચા દેખાડવાનો પ્રયાસ થયો છે એવા તમામ ભીંતચિત્રો કે એવી મૂર્તિઓ પણ દૂર કરવી જોઈએ”.
આજે લીંબડી ખાતે સાધુ-સંતોનું મહાસંમેલન યોજાશે
વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે ગઈકાલે શિવાનંદ આશ્રમમાં યોજાયેલી બેઠકમાં તમામ મુદ્દા પર વાત કરવામાં આવી નથી, સ્વામિનારાયણ મંદિરમાં સનાતન ધર્મના દેવી-દેવતાને નીચા દેખાડવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, આજે લીંબડી ખાતે સાધુ-સંતોનું મહાસંમેલન યોજાશે,આ બેઠકમાં સમગ્ર ગુજરાતના સંતો મહંતો ઉપસ્થિત રહેશે, જેમાં હનુમાનજીની મૂર્તિ પર સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક યથાવત છે જેથી મૂર્તિ પરથી સ્વામિનારાયણ સંપ્રદાયના તિલકને દૂર કરવા માટે આજના સંમેલનમાં રણનીતિ ઘડવામાં આવશે”
સાધુ સંતોના 12 મુદ્દાઓ પર બેઠકમાં થશે ચર્ચા
બીજા પ્રશ્નોના મુદ્દે આજે લીમડીમાં સનાતમ ધર્મના સાધુ-સંતોની બેઠક મળશે. હનુમાનજીનું તિલકલ અને સાહિત્યમાં રહેલા વિવાદાસ્પદ લખાણ સહિતના તમામ મુદ્દે સાધુ-સંતો કાયમી ઉકેલ લાવવા ઈચ્છે છે. જેથી ભવિષ્યમાં આવો કોઈ વિવાદ જ ન રહે એટલે આજે મળનારી બેઠકમાં આ બધા મુદ્દે ચર્ચા થશે.તેમજ
સાધુ સંતોના 12 મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા થશે.
આ પણ વાંચો : વાલીઓ ચેતજો ! પાટણમાં ત્રણ વર્ષની બાળકી એક ઈંચથી મોટી સાઈઝનો સ્ક્રુ ગળી ગઈ,તબીબે કર્યું સફળ ઓપરેશન