ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : મેડિકલ કોલેજના તોતિંગ ફી વધારા સામે રોષ

Text To Speech
  • ડીસા ઈન્ડિયા ગઠબંધન દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું

બનાસકાંઠા 06 જુલાઈ 2024  :ગુજરાત સરકાર દ્વારા GMERS મેડિકલ કોલેજની ફીમાં કરવામાં આવેલ તોતિંગ ભાવ વધારાનો ઇન્ડિયા ગઠ બંધન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને ડીસા નાયબ કલેકટરને આવેદન પત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ફી વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી.

મેડિકલ કોલેજના તોતિંગ ફી વધારા સામે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ડીસા ઈન્ડિયા ગઠબંધન દ્વારા પણ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી પ્રદેશ નેતા ડો. રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઈન્ડિયા ગઠબંધન દ્વારા સરકાર સમક્ષ માંગણી કરી છે કે, ૨૮-જૂન-૨૦૨૪ ના રોજ ગુજરાત મેડિકલ એડ્યુકેશન અને રિસર્ચ સોસાયટી (G.M.E.R.S) દ્વારા તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી – સેલ્ફફાયનાન્સ/મેનેજમેંટ ક્વોટા માટે વાર્ષિક ફી-ધોરણમાં લગભગ ૬૭% થી માંડીને ૮૮% જેટલો અસહ્ય અને અસાધારણ વધારો કરવામાં આવ્યો છે.

આ ફી વધારાના કારણે ઘણા બધા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી દૂર રહશે અને તેમના કુટુંબના ભવિષ્ય માટે ચિંતાનો વિષય બનશે. સરકારના આ નિર્ણયથી ગુજરાતભરના વાલીઓમાં રોષની લાગણી ફેલાયેલી છે. જેથી વાલીઓ અને તબીબી શિક્ષણના સાર્વત્રિક હિતોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા લાદવામાં આવેલો આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી પાછો ખેચાય તે માંગણી કરવામાં આવી છે. જ્યારે સરકાર દ્વારા જો ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો ઈન્ડિયા ગઠબંધનના ડો. રમેશભાઈ પટેલ સહિત જગદીશભાઈ મોદી દ્વારા ગુજરાત સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.

આ પણ વાંચો : સુરતમાં મહારાજ ફિલ્મનો વિરોધઃ VHP અને બજરંગદળે બેનરો સાથે રેલી કાઢી

Back to top button