ટ્રેન્ડિંગનેશનલફોટો સ્ટોરીમનોરંજનવર્લ્ડ

Angelina Jolie અને Brad Pittના 8 વર્ષની કાનૂની લડત બાદ થયા છૂટાછેડા

  • ભૂતપૂર્વ કપલે 2014માં લગ્ન કર્યા હતા અને 2016માં અલગ થવાનો નિર્ણય લીધો હતો

HD ન્યૂઝ ડેસ્ક, 31 ડિસેમ્બર: હોલીવુડ સ્ટાર્સ Angelina Jolie અને Brad Pittએ સત્તાવાર રીતે છૂટાછેડા લઈ લીધા છે. આ બંનેનું નામ એક સમયે હોલીવુડ ઈન્ડસ્ટ્રીના પાવર કપલ્સમાં લેવામાં આવતું હતું. હવે બંને કાયમ માટે અલગ થઈ ગયા છે. બંને વચ્ચેના આ છૂટાછેડા ઘણા વર્ષોથી ટોક ઓફ ધ ટાઉન છે કારણ કે ભૂતપૂર્વ કપલે 2014માં લગ્ન કર્યા હતા અને 2016માં અલગ થવાનો નિર્ણય લીધો હતો. માત્ર 2 વર્ષના લગ્ન બાદ 8 વર્ષ સુધી ચાલેલી કાનૂની લડતે સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. અભિનેત્રીના વકીલના જણાવ્યા મુજબ, ભૂતપૂર્વ કપલે 30 ડિસેમ્બરે જ છૂટાછેડાના દસ્તાવેજો સાઇન કરી લીધા હતા.

આખરે 8 વર્ષ લાંબી કાનૂની લડતનો અંત આવ્યો

Angelina Jolieના વકીલ જેમ્સ સાયમને ડેઈલી મેલ સાથેની વાતચીતમાં કહ્યું કે અભિનેત્રી તેના જીવનના આ તબક્કે પહોંચવાથી ઘણી રાહત અનુભવી રહી છે. જેમ્સ સિમોને કહ્યું કે, ‘સાચું કહું તો એન્જેલિના જોલી થાકી ગઈ છે. 8 વર્ષ પહેલાં, એન્જેલિનાએ બ્રેડ પિટથી છૂટાછેડા માટે અરજી કરી હતી. તેણીએ અને તેના બાળકોએ અભિનેતા સાથે શેર કરેલી બધી મિલકત છોડી દીધી હતી અને ત્યારથી તેણી તેના પરિવાર સાથે શાંતિની શોધ કરી રહી છે અને હવે તે હીલિંગ ફેઝમાં પ્રવેશી ચૂકી છે. ભૂતપૂર્વ કપલના સંબંધોને જોતા સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, બંનેને અલગ થતા આટલા વર્ષો કેમ લાગ્યા?

લગ્નથી છૂટાછેડા સુધીની કપલની સ્ટોરી

એન્જેલીના જોલીએ 2014માં બ્રેડ પિટ સાથે લગ્ન કર્યા હતા. બંને આ લગ્નથી ખૂબ જ ખુશ હતા, પરંતુ 2016માં છૂટાછેડા માટે અરજી કરતી વખતે, એન્જેલિનાએ બ્રેડ પર યુરોપથી પરત ફરતી વખતે ખાનગી જેટમાં અભિનેત્રી પર હુમલો કરવાનો અને તેણીના બાળકો સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ મૂક્યો હતો. આ લડતમાં આગળ, 2018માં જોલીએ બ્રેડ પર આરોપ મૂક્યો કે તે બાળકોને તેમના અલગ થયા પછી જરૂરી અને અર્થપૂર્ણ મદદ પૂરી પાડતો નથી. જોકે, અભિનેતાના વકીલે આ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે.

વર્ષ 2019માં કોર્ટે તેમને કાયદેસર રીતે સિંગલ જાહેર કર્યા હતા. જે બાદ બંને અલગ-અલગ ટેક્સ ચૂકવી શકતા હતા. વોગ મેગેઝિન સાથેની વાતચીતમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, તેણીએ છૂટાછેડાનો નિર્ણય તેના બાળકોના સારા માટે લીધો હતો.

કયા મુદ્દે ભૂતપૂર્વ કપલ વચ્ચે હજુ પણ લડત ચાલુ 

વકીલે છૂટાછેડા અંગે વધુમાં માહિતી આપતાં કહ્યું હતું કે, છૂટાછેડાના કરારને ફાઈનલ રૂપ આપવામાં આવ્યું છે. જો કે, ભૂતપૂર્વ કપલ વચ્ચે હજી પણ એક મુદ્દો છે જે ઉકેલાયો નથી જે ફ્રાન્સમાં સૈટો મીરાવલ વાયનાર્ડ સાથે સંબંધિત છે. આ કેસમાં બ્રેડ પિટે એન્જેલિના પર આરોપ લગાવ્યો છે કે, તેણીએ તેને પૂછ્યા વગર સ્ટોલી ગ્રુપને વાયનરીમાં તેનો હિસ્સો વેચી દીધો હતો.

ડેઈલી મેલના અહેવાલ મુજબ, મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બંને તેને ઉકેલવા માટે જ્યુરી ટ્રાયલમાં જવા માટે સંમત થયા છે. જેનો સીધો મતલબ એ છે કે, છૂટાછેડા પછી પણ બંને કોર્ટમાં એકબીજાનો સામનો કરવાના છે. મહત્ત્વપૂર્ણ છે કે, એન્જેલીના જોલીના આ ત્રીજા લગ્ન હતા. આ પહેલા એન્જેલીના જોલીએ જોની લી મિલર અને બિલી બોબ થોર્ન્ટન સાથે લગ્ન કર્યા હતા.

આ પણ જૂઓ: સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલનું રોમાંચક વેકેશન, ફેન્સ માટે પ્રેરણા બન્યું કપલ, જુઓ વીડિયો

Back to top button