એપ્રિલમાં બની રહ્યો છે હિંસક પરિણામો આપતો અંગારક યોગ, કઈ રાશિઓ સાચવે?
- અંગારક યોગમાં શુભ અને માંગલિક કાર્યોની મનાઈ હોય છે. મંગળ ઉચ્ચ ભાવમાં હોય તો કોઈ પણ જાતક માટે શુભ માનવામાં આવે છે, પરંતુ મંગળ જો છાયા ગ્રહ રાહુ સાથે આવે તો તે હિંસક અને વિપરીત પરિસ્થિતિઓ ઉત્પન્ન કરે છે. આ યોગને અંગારક યોગ કહેવામાં આવે છે
મંગળ ગ્રહ માર્ચમાં કુંભ રાશિમાં અને પછી મીન રાશિમાં એપ્રિલમાં ગોચર કરશે. 23 એપ્રિલના રોજ મીન રાશિમાં ગોચર કરવાની સાથે મંગળની સાથે રાહુ આવી જશે કેમકે મીન રાશિમાં પહેલેથી જ રાહુ બેઠેલો છે. રાહુ અને મંગળની યુતિ શુભ માનવામાં આવતી નથી. બંને ગ્રહોની યુતિથી અંગારક યોગનું નિર્માણ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં અંગારક યોગને અશુભ માનવામાં આવે છે. આ યોગમાં શુભ અને માંગલિક કાર્યોની મનાઈ હોય છે. મંગળ ઉચ્ચ ભાવમાં હોય તો કોઈ પણ જાતક માટે શુભ માનવામાં આવે છે, પરંતુ મંગળ જો છાયા ગ્રહ રાહુ સાથે આવે તો તે હિંસક અને વિપરીત પરિસ્થિતિઓ ઉત્પન્ન કરે છે. આ યોગને અંગારક યોગ કહેવામાં આવે છે, જે એપ્રિલમાં બની રહ્યો છે. તેના સંયોજનના કારણે, મંગળના ગુણોમાં તીવ્રતાથી વધારો થાય છે. જાણો એપ્રિલમાં અંગારક યોગના કારણે કઈ રાશિઓ પ્રભાવિત થશે.
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે અંગારક યોગ સારો સાબિત નહીં થાય, તમારાં કામ રોકાઈ શકે છે. પૈસા રોકાઈ જવાના કારણે તમારે પરેશાનીનો સામનો કરવો પડે તેવું બની શકે. કોશિશ કરો કે આ યોગના કારણે ધનની લેવડદેવડ સીમિત રાખો.
કન્યા રાશિ
કન્યા રાશિ માટે અંગારક યોગ પરેશાની પેદા કરી શકે છે. તમને ગુસ્સો આવશે અને તમે કંઈ પણ બોલી શકો છો, તેથી આ દરમિયાન તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે અંગારક યોગ યૂ ટર્ન વાળો સાબિત થશે. તમારો ગુસ્સો વધશે. તમારી પર કોઈ આક્ષેપ થઈ શકે છે. તમારે યૂ ટર્ન લેવો પડે તેવી સ્થિતિ આવી શકે છે. તમારે આરોગ્યનું ખૂબ ધ્યાન રાખવું પડશે.
આ પણ વાંચોઃ હોળી 2024: આ સ્થળો પર ઉજવો હોળીનો તહેવાર, તેની ક્ષણો બની જશે યાદગાર