ઉત્તર ગુજરાત

ડીસામાં આંગણવાડી કાર્યકરોએ રેલી કાઢી વિરોધ દર્શાવ્યો

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો વિવિધ માંગણીઓને લઈ હડતાલ પર બેઠા છે. જેમને પોતાની માગણીઓને લઈને ડીસા શહેરમાં રેલી કાઢી હતી. અને નાયબ કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. જ્યાં સુધી સરકાર તેમની 14 જેટલી માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ ચોક્કસ મુદતની હડતાલ ચાલુ રાખશે અને કામકાજ પણ બંધ રાખશે તેવી ચીમકી ઉચારી હતી.

14 જેટલી માંગણીઓ નહિ સંતોષાય તો કામકાજ બંધ રાખવાની ચીમકી

બનાસકાંઠામાં આંગણવાડી કાર્યકરો – તેડાગર બહેનોની હડતાલ જારી છે. આંગણવાડી બહેનોને ત્રીજા-ચોથા વર્ગના કર્મચારી જાહેર કરવા, પ્રાથમિક શાળાઓ સાથે રજા અને માનદ વેતનના બદલે સરકારી કર્મચારીનો દરજ્જો આપવો, તેમજ ખાનગીકરણ બંધ કરવા સહિત 14 જેટલી માંગણીઓ મામલે વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે. જિલ્લામાં 5 હજારથી પણ વધુ આંગણવાડી કાર્યકર બહેનો હડતાલ પર બેઠા છે. ત્યારે સોમવારે આંગણવાડી કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈને સૂત્રો પોકારતા રેલી કાઢી નાયબ કલેકટરની કચેરી એ પહોચ્યા હતા. અને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જ્યાં સુધી માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે. બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં કાર્યકરો રેલી કાઢીને વિરોધ દર્શાવી રહ્યા છે.

આ પણ વાંચો: ભારતમાં વધુ એક ‘સીલીકોન વેલી’ બની શકે છે ગુજરાત, સેમીકન્ડકટર ક્ષેત્રે સૌથી મોટું રોકાણ કરશે વેદાન્તા

Back to top button