ગુજરાત સહિત દેશભરમાં આંગડિયા પેઢીઓ રોકડના વ્યવહારો સોમવારથી કરશે બંધ
- અમદાવાદ શહેરમાં નાના-મોટા આશરે 200થી વધુ આંગડિયા પેઢીઓ
- ગ્રાહકોને મેસેજ કરીને સોમવારથી કામકાજ બંધ રાખવાનું સૂચના અપાઈ
- રાજ્યના આશરે 2,200 જેટલા આંગડિયા પેઢીઓના રોકડના કામકાજ ઠપ
સોમવારથી રાજ્યની આંગડિયા પેઢીઓ રોકડના વ્યવહારો સદંતર બંધ કરી દેશે. જેમાં રાજ્યના આશરે 2,200 જેટલા આંગડિયા પેઢીઓના રોકડના કામકાજ ઠપ થશે. આંગડિયામાં રોકડ બંધ થવાનાને લીધે બજારમાં રોકડની અછત ઊભી થશે. જેમાં ગુજરાત સહિત દેશભરમાં રોકડના વ્યવહારો સોમવારથી બંધ કરવાનું નક્કી કર્યુ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, જાણો સૌથી ગરમ શહેરનું તાપમાન
ગ્રાહકોને મેસેજ કરીને સોમવારથી કામકાજ બંધ રાખવાનું સૂચના અપાઈ
લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ઈલેકશન કમિશર દ્વારા બહાર પાડેલ ગાઈડ લાઈનના પગલે આંગડિયા પેઢીઓએ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં રોકડના વ્યવહારો સોમવારથી બંધ કરવાનું નક્કી કર્યુ છે. તાજેતરમાં ઈન્કમટેક્ષ સહિતની એજન્સીઓ દ્વારા મોટી રકમ જપ્ત કરવાના લીધે રાજ્યના આશરે 2200 જેટલા આંગડિયા પેઢીઓ દ્વારા સોમવાર એટલે કે, 8મીથી હવાલાનું કામકાજ બંધ રાખવાનું નક્કી કર્યુ છે.જેના લીધે અમદાવાદમાં દરરોજના આશરે રૂ.300 કરોડના રોકડના વ્યવહારો બંધ થવાના લીધે બજારમાં રોકડ રકમની અછત ઉભી થશે. આંગડિયા પેઢીઓ દ્વારા તેમના દરરોજના રોકડના વ્યવહારો કરતા ગ્રાહકોને મેસેજ કરીને સોમવારથી કામકાજ બંધ રાખવાનું સૂચના અપાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં મોબાઇલ ચોરોથી સાવધાન, 3 માસમાં 1 હજાર મોબાઈલ ફોન ચોરાયા
અમદાવાદ શહેરમાં નાના-મોટા આશરે 200થી વધુ આંગડિયા પેઢીઓ
અમદાવાદ શહેરમાં નાના-મોટા આશરે 200થી વધુ આંગડિયા પેઢીઓ આવેલી છે અને ગુજરાતમાં આશરે 2200 જેટલા આંગડિયા પેઢીઓ આવેલી છે. જે દૈનિક કારોબાર આશરે 300 કરોડથી વધુનો છે. જેમાં અહીંથી નાણાં મોકલવાનું અને બહારગામથી નાણાં લાવવાનું કામકાજ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ઈલેકશન કમિશર દ્વારા બહાર પાડેલ ગાઈડ લાઈનના પગલે આંગડિયા પેઢીઓ દ્વારા મોટી રકમના વ્યવહારો બંધ કરી દેવામાં આવ્યા છે. જેના પગલે પોલીસ સહિતના એજન્સી દ્વારા રોકડ સહિતના વ્યવહારો ઉપર સતત વોચ રાખી રહ્યા છે. ગુજરાતમાં કેટલીક જગ્યાએ આંગડિયા પેઢીઓ પાસેથી રોકડ રકમ મળી આવી હતી. જે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા કબજે કરી દેવાઈ હતી. જેના પગલે રાજયભરના આંગડિયા પેઢીઓ દ્વારા સોમવારથી કામકાજ બંધ કરવાની સુચના આપી દેવાઈ છે.