કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ભક્તોમાં અનેરો થનગનાટ, શામળાજીમાં વહેલી સવારથી ભક્તોનો જમાવડો
સમગ્ર દેશમાં આજે ક્રિષ્ન જન્મની ઉજવણી થઇ રહી છે. ત્યારે ગુજરાતમાં પણ ક્રિષ્ન મંદિરોમાં ઉજવણી કરવામા આવી રહી છે. ત્યારે લોકો વહેલી સવારથી કાળિયા ઠાકોરના દર્શનાર્થે ઉમટ્યા છે. ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પણ કુષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામા આવી રહી છે. ત્યારે આજે વહેલી સવારથી શામળાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેથી શામળાજી મંદિર નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે.
શામળાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું છે અને કાળિયાઠાકારના મંગળા દર્શન માટે સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે. કાળિયાઠાકારના મંગળા દર્શન માટે આજે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
કૃષ્ણજન્મોત્સવ ઉજવવા માટે ભક્તોમાં થનગનાટ
શામળાજીમાં મંદિર અને નગરને કેળ અને આસોપાલવથી શણગારવામાં આવ્યું છે. સમગ્ર મંદિરને અલગ અલગ રંગોવાળી રોશની કરવામાં આવી છે જેથી સમગ્ર મંદિરમાં ઝગમગાટ જોવા મળ્યો છે. આજે અબીલ ગુલાલની છોળો સાથે શોભાયાત્રા નિકળશે. તેમજ 100થી વધુ મટકીફોડ સાથે ભક્તોનો જમાવડો જામશે.કૃષ્ણજન્મોત્સવ ઉજવવા માટે ભક્તોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. અહીં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવી રહ્યાં છે,જન્માષ્ટમીના નિમિત્તે દૂર-દૂરથી અબાલ વૃદ્ધ સૌ કોઈ ભગવાન શામળિયાની ઝાંખી કરવા ઉમટી પડ્યા છે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
તો બીજી તરફ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ખાસ ધ્યાન રાખવામા આવી રહ્યું છે. અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તોને દર્શન માટે કોઈ પ્રકારનું કસ્ટ ના પડે તે માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આજે શામળાજી મંદિરમાં દર્શનનો સમય
સવારે 6:૦૦ કલાકે મંદિર ખુલશે
સવારે 6:45 કલાકે મંગળા આરતી
સવારે 9.15 કલાકે શણગાર આરતી
સવારે 11:30 કલાકે મંદિર બંધ થશે રાજભોગ ધરાવવામાં આવશે
બપોરે 12:15 કલાકે મંદિર ખુલશે (રાજભોગ આરતી)
બપોરે 12:30 કલાકે મંદિર બંધ થશે (ઠાકોરજી પોઢી જશે)
બપોરે 02:15 કલાકે ઉત્થાપન (મંદિર ખુલશે)
સાંજે 07:00 કલાકે સંધ્યા આરતી
રાત્રે 12:00 કલાકે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ
રાત્રે 12:30 કલાકે જન્મોત્સવ આરતી
રાત્રે 12:45 કલાકે શયન આરતી
રાત્રે 01:00 કલાકે મંદિર મંગલ (બંધ)
આ પણ વાંચો : દ્વારકાથી લઇને ડાકોર સુધી જાણો કઈ કઈ જગ્યાની જન્માષ્ટમી છે સૌથી વધુ ફેમસ