ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આંધ્રપ્રદેશ રેલ દુર્ઘટના : મૃત્યુઆંક વધીને 11 થયો, 50 ઘાયલ

  • બે પેસેન્જર ટ્રેનો એકબીજા સાથે અથડાતાં પાટા પરથી ઉતરી ગઈ  
  • દુર્ઘટનાને પગલે રાતભર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી
  • સિગ્નલનું ‘ઓવરશૂટિંગ’ થયું હોવાને કારણે દુર્ઘટના બની હોવાની સંભાવના

હૈદરાબાદ, 30 ઑક્ટોબરઃ આંધ્રપ્રદેશમાં રવિવારે વિજયનગરમથી રાયગડા જતી ટ્રેનના ડબ્બા એ જ રૂટ પર વિશાખાપટ્ટનમથી પલાસા જતી પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ ગયા હતા. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 11 થયો છે. જ્યારે 50 લોકો ઘાયલ હોવાની માહિતી મળી રહી છે. જેમને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનાને પગલે રાતભર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રેલવે દ્વારા જણાવ્યા મુજબ, સિગ્નલનું ‘ઓવરશૂટિંગ’ થયું હોવાને કારણે દુર્ઘટના બની હોવાની સંભાવના રહેલી છે.

 

શું જણાવ્યું રેલ્વેના અધિકારીઓએ દુર્ઘટના વિશે ?

ટ્રેન દુર્ઘટનાને લઈ ઈસ્ટ કોસ્ટ રેલ્વેના સીપીઆરઓ બિસ્વજીત સાહુ દ્વારા જણાવવામાં આવ્યું કે, “અત્યાર સુધીમાં 11 લોકોના મૃત્યુ થયા છે અને 50 લોકો ઘાયલ થયા છે. અમે હાલમાં ટ્રેક રિસ્ટોરેશનના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. બચાવ કામગીરી હવે પૂરી થઈ ગઈ છે. ફસાયેલા મુસાફરો માટે બસો અને ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. દુર્ઘટનાને કારણે કુલ 18 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 22 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે. અમે આજે સાંજે 4 વાગ્યા સુધીમાં ટ્રેક ખાલી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ…”

 

 

શું કહ્યું રેલવેએ દુર્ઘટના પાછળના કારણ વિશે ?

 

ઈસ્ટ કોસ્ટ રેલ્વે (ઈસીઓઆર)ના જણાવ્યા મુજબ, “આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં બે ટ્રેનોની ટક્કર માનવ ભૂલને કારણે થઈ શકે છે. મુખ્ય જનસંપર્ક અધિકારી વિશ્વજીત સાહુએ કહ્યું કે, “વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેન દ્વારા સિગ્નલનું ‘ઓવરશૂટિંગ’ થયું હતું. જેના કારણે બંને ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી.”

આ પણ જાણો :ભારતમાં 10 સૌથી મોટી રેલવે દુર્ઘટનાઓ જેને જોઈ ધ્રુજી ઉઠ્યો હતો આખો દેશ

Back to top button