ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચંદ્રબાબુ નાયડુને આંધ્રપ્રદેશ હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન

Text To Speech
  • આંધ્રપ્રદેશ હાઈકોર્ટે સ્કીલ ડેવલપમેન્ટ કેસમાં આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ અને ટીડીપી ચીફ એન ચંદ્રબાબુ નાયડુને ચાર સપ્તાહ માટે વચગાળાના જામીન આપ્યા છે.

આંધ્રપ્રદેશ: હાઈકોર્ટના આદેશ અનુસાર ચંદ્રબાબુ નાયડુને 24 નવેમ્બર સુધી જામીન આપવામાં આવ્યા છે. તેમને 24 નવેમ્બરે આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું છે. કોર્ટ તેમની મુખ્ય જામીન અરજી પર 10 નવેમ્બરે સુનાવણી હાથધરશે. વચગાળાના જામીન સાથે કોર્ટે તેમને હોસ્પિટલ જવા સિવાય અન્ય કોઈ કાર્યક્રમમાં હાજરી ન આપવાનો આદેશ આપ્યો છે. તેમને ખાસ કરીને મીડિયા અને રાજકીય ગતિવિધિઓથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

 

નોંધનીય છે કે ચંદ્રબાબુ નાયડુની 9 સપ્ટેમ્બરે 371 કરોડ રૂપિયાના સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ 9 સપ્ટેમ્બરે સવારે લગભગ 6 વાગ્યે જ્યારે તે જ્ઞાનપુરમમાં બસમાં સૂતા હતા ત્યારે તેમની ધરપકડ કરી હતી. CIDનો દાવો છે કે નાયડુના નેતૃત્વમાં શેલ કંપનીઓ દ્વારા સરકારી નાણાં ખાનગી સંસ્થાઓમાં ટ્રાન્સફર કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

આ કૌભાંડ અંગે એન્ટી કરપ્શન બ્યુરોએ વર્ષ 2018માં ફરિયાદ કરી હતી. વર્તમાન સરકારની તપાસ પહેલા જીએસટી ઈન્ટેલિજન્સ વિંગ અને ઈન્કમટેક્સ વિભાગ પણ આ કૌભાંડની તપાસ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: તમિલનાડુમાં સરકાર V/S રાજ્યપાલ: મામલો સુપ્રીમમાં પહોંચ્યો

Back to top button