ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપ

આંધ્રપ્રદેશ ક્રિકેટ એસોસિએશન 13 જિલ્લા મુખ્યાલયમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચનું કરશે સ્ક્રીનિંગ

  •  13 જિલ્લા મુખ્યાલયો પર આવેલા ફેન પાર્ક્સમાં દેખાડવામાં આવશે વર્લ્ડ કપની ફાઇનલ મેચ
  • ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચનો આનંદ માણવા માટે મોટી સ્ક્રીનો મૂકવામાં આવી

વિશાખાપટ્ટનમ : આંધ્રપ્રદેશ ક્રિકેટ એસોસિએશન (ACA) દ્વારા ભૂતપૂર્વ અવિભાજિત જિલ્લાઓના તમામ જિલ્લા મુખ્યાલયો પર આવેલા ફેન પાર્ક્સમાં ક્રિકેટ ચાહકોને આજે યોજાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ જોવાનો આનંદ માણવામાં મદદ કરવા માટે મોટી સ્ક્રીનો મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે. આ મેચથી ભારત ત્રીજી વખત ટ્રોફી ઉપાડવા ઇચ્છે છે જ્યારે ઓસ્ટ્રેલિયા તેની છઠ્ઠી વખત ટાઇટલ જીતવા માટે ઉત્સુક હશે.

આંધ્રપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરીએ શું કહ્યું ?

લોકો ઉત્સાહિત હોવાથી ક્રિકેટ પ્રેમીઓને નિરાશ ન કરવા માટે આંધ્રપ્રદેશ ક્રિકેટ એસોસિએશન (ACA) બીચ રોડ (કાલી માતા મંદિરની સામે) ખાતે તેનો ‘ફેન પાર્ક’ શરૂ કર્યો છે. ACA સેક્રેટરી એસ.આર.ગોપીનાથ રેડ્ડીએ શુક્રવારે માહિતી આપતા જણાવ્યું કે, “ક્રિકેટ ચાહકો માટે પ્રવેશ મફત છે અને ફેન પાર્ક્સમાં ફૂડ સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.” વધુમાં જણાવ્યું કે, “આંધ્ર ક્રિકેટ એસોસિએશનએ આંધ્ર પ્રદેશમાં 13 સ્થળોએ લાઇવ મેચો આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. અમે 2-3 લાખથી વધુ લોકો ફાઇનલના સાક્ષી બનવાની અપેક્ષા રાખીએ છીએ.”

CM વાય.એસ.જગનમોહન રેડ્ડીએ આપી મંજૂરી

ACAની વિનંતીનો જવાબ આપતા મુખ્યપ્રધાન વાય.એસ.જગનમોહન રેડ્ડીએ તમામ ભૂતપૂર્વ અવિભાજિત જિલ્લાઓના તમામ મુખ્ય મથકો પર મોટી સ્ક્રીનો મૂકવાની મંજૂરી આપી હતી. આ દરમિયાન, વિશાખાપટ્ટનમ પોલીસે બીચ રોડ પર વર્લ્ડ કપની ફાઇનલ મેચને કારણે શહેરની હદમાં ટ્રાફિક પ્રતિબંધો લાદી દીધા છે. કાયદો અને વ્યવસ્થાના DCP શ્રીનિવાસ રાવે જણાવ્યું હતું કે, “અમે ક્રિકેટ સ્ટેડિયમની નજીકના તમામ રહેવાસીઓને અપીલ કરીએ છીએ કે કૃપા કરીને મેચના ચોક્કસ દિવસે હાઇવેથી દૂર રહો. વિવિધ સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે,”

આ પણ જાણો :IND vs AUS વર્લ્ડ કપ ફાઇનલ : રવિના ટંડનથી લઈ સોનુ સૂદ સુધીના સેલિબ્રિટીઓ ઉત્સાહિત

Back to top button