ટ્રેન્ડિંગમનોરંજન

RRR ટીમને આંધ્રપ્રદેશના CMએ આપ્યા અભિનંદન , તો અદનાન સામી કેમ થયા ગુસ્સે?

Text To Speech

એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR‘એ આખી દુનિયા પર દબદબો જમાવ્યો છે. આ ફિલ્મનું ‘નાટૂ નાટૂ‘ ગીતએ Golden Globe Awards 2023માં બેસ્ટ ઓરિજનલ સોન્ગનો ખિતાબ જીત્યો છે. તેને લઈ, ‘RRR‘ ફિલ્મની ટીમને અભિનંદન આપતા, આંધ્ર પ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીએ એક ટ્વિટ કર્યું છે, જેના પર ગાયક અદનાન સામી ખૂબ નારાજ થઈ ગયા છે. ટ્વીટનો જવાબ આપતાં તેમણે સીએમ પર આકરા પ્રહારો કર્યા હતા.

આંધ્ર પ્રદેશના CMએ આ ટ્વિટ કર્યું

આંધ્ર પ્રદેશના CM વાયએસ જગન મોહન રેડ્ડીએ ટ્વીટ કર્યું, ‘તેલુગુ ધ્વજ ઊંચો લહેરાઈ રહ્યો છે. સમગ્ર આંધ્રપ્રદેશ વતી હું એમએમ કીરાવાણી, એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર, રામ ચરણ અને ‘RRR’ની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. અમને તમારા પર ખૂબ ગર્વ છે. # GoldenGlobes2023’.

CMના ટ્વીટ પર અદનાન સામી ગુસ્સે

સિંગર અદનાન સામીને સીએમ જગન મોહન રેડ્ડીની આ ટ્વીટ પસંદ ન આવતા તેણે જવાબ આપ્યો, ‘તેલુગુ ધ્વજ? તમારો મતલબ રાષ્ટ્રધ્વજ છે? આપણે પહેલા ભારતીય છીએ. દેશના અન્ય ભાગોથી પોતાને અલગ કરવાનું બંધ કરો, આપણે એક દેશ છીએ. ખાસ કરીને આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે એક દેશ છીએ. આ અલગતાવાદી વલણ ખૂબ જ હાનિકારક છે કારણકે આપણે તેને 1947માં જોયું હતું. આભાર, જય હિન્દ.

‘RRR’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી

ઉલ્લેખનીય છે કે, એસએસ રાજામૌલીની ‘RRR’ ફિલ્મ માર્ચ 2022માં રિલીઝ થઈ હતી. આમાં જુનિયર એનટીઆરે ‘કોમારામ ભીમ’ની ભૂમિકા ભજવી હતી અને રામ ચરણે ‘અલ્લુરી સીતારામ રાજુ’ની ભૂમિકા ભજવી હતી. આ સિવાય અજય દેવગન અને આલિયા ભટ્ટ જેવા
સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. RRRએ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ધૂમ મચાવી છે અને બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. એસએસ રાજામૌલી અગાઉ ‘બાહુબલી’ અને ‘બાહુબલી 2’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી ચૂક્યા છે.

Back to top button