આંધ્ર પ્રદેશ સરકાર લાવી રહી છે નવો નિયમ: બેથી વધારે બાળકો હશે તો જ ચૂંટણી લડી શકશે, સરકારી લાભ પણ વધુ મળશે


અમરાવતી, 16 જાન્યુઆરી 2025: આંધ્ર પ્રદેશની સરકાર અને ત્યાંના મુખ્યમંત્રી હાલમાં એક નવો પ્રસ્તાવ લાવવા પર વિચાર કરી રહ્યા છે. એવું માનવામાંઆવે છે મુખ્યમંત્રી એન. ચંદ્રબાબૂ નાયડૂ તેને ટૂંક સમયમાં લાવી શકે છે. જે અનુસાર બેથી વધારે બાળકોવાળા લોકો જ નગરપાલિકા અને પંચાયત ચૂંટણી લડવાની પરવાનગી મળશે. નાયડૂનું આ નિવેદન ત્રણ દાયકા જૂના કાયદાને હટાવવાના થોડા જ મહિના બાદ સામે આવ્યું છે. જેમાં બેથી વધારે બાળકોવાળા વ્યક્તિઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડતા રોકતા હતા.
નાયડૂએ છેલ્લા એક દાયકાથી આ વાતની વકાલત કરતા આવ્યા છે કે વસ્તીની સમસ્યાના નિવારણ માટે તેલુગુ લોકોને વધારે બાળકો પેદા કરવા જોઈએ. ગત વર્ષે તેમણે વધારે બાળકોવાળા પરિવારોને પ્રોત્સાહન આપવાની જરુરિયાત વિશએ વાત કરી હતી.
2થી વધારે બાળકો હશે તો જ ચૂંટણી લડી શકશે
ચંદ્રબાબૂ નાયડૂએ તમિલનાડૂના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની માફક લોકોને વધારે બાળકો પેદા કરવાની અપીલ કરી છે. નાયડૂએ મંગળવારે પોતાના પૈતૃક ગામ નરવરિપલ્લી ગામમાં કહ્યું કે, આપણી પાસે એક કાયદો હતો. જે બેથી વધારે બાળકોવાળા લોકોને સ્થાનિક સ્વરાજ અને નગર નિગમની ચૂંટણી લડવાની પરવાનગી આપતું નથી.
હવે હું કહું છે કે ઓછા બાળકોવાળા લોકોને ચૂંટણી લડવાની પરવાનગી ન આપવી જોઈએ. ભવિષ્યમાં, તમે ત્યારે જ સરપંચ, નગર નિગમ અથવા મેયર બની શકશે. જ્યારે આપને બેથી વધારે બાળકો હશે, હું તેનો પ્રસ્તાવ સામેલ કરવા જઈ રહ્યો છું.
વધારે બાળકો પેદા કરવા પર વધારે ચોખા મળશે
મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ વધારે બાળકોવાળા પરિવારોને પંચાયત અને નગરપાલિકા ચૂંટણી લડવાની પરવાનગી આપવાની સાથે પ્રોત્સાહિત કરવા જઈ રહ્યા છે. નાયડૂએ કહ્યું કે તેઓ વધારે બાળકોવાળા પરિવારને વધારે સબ્સિડીવાળા ચોખા આપશે. હાલમાં દરેક પરિવારને 25 કિલોગ્રામ સબ્સિડીવાળા ચોખઆ આપવામાં આવે છે, જેમાં દરેક સભ્યને 5 કિલોગ્રામ ચોખા મળે છે.
આ પણ વાંચો: કુંભના મેળામાં જવા માગતા હતા સ્ટીવ જોબ્સ, 50 વર્ષ જૂના લેટરમાં થયો ખુલાસો, 4.3 કરોડમાં વેચાયો આ લેટર