ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ

Text To Speech

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીને લઈ જઈ રહેલા એક વિશેષ વિમાને ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ટેક-ઓફના થોડા સમય બાદ, ટેક્નિકલ ખામીના કારણે એરક્રાફ્ટને ગન્નાવરમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પ્લેન સુરક્ષિત રીતે ઉતરી ગયું છે. મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી આજે દિલ્હી જઈ રહ્યા હતા.

મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી અને અધિકારીઓની ટીમ સાંજે 5:03 કલાકે દિલ્હી પ્રવાસ માટે રવાના થઈ હતી. થોડા સમય બાદ પાયલોટે એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી જણાઈ હતી.ફ્લાઇટ ફરીથી 5:27 વાગ્યે વિજયવાડાના એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.

મહારાષ્ટ્રના સીએમ-ડેપ્યુટી સીએમનું પ્લેન પણ પરત ફર્યું

આ પછી સીએમ જગન મોહન રેડ્ડી તેમના તાડેપલ્લી સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા. પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયા બાદ અધિકારીઓ મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાત માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું વિચારી રહ્યા છે. આ પહેલા સોમવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને જલગાંવ લઈ જતું વિમાન ખરાબ હવામાનનો સામનો કરીને મુંબઈ પરત ફર્યું હતું.

ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ પરત આવી

એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ ‘બંજારા કુંભ 2023’ ઈવેન્ટમાં ભાગ લેવા મુંબઈથી લગભગ 415 કિમી દૂર આવેલા જલગાંવ જિલ્લાના જામનેર જઈ રહ્યા હતા. સીએમઓના અધિકારીએ જણાવ્યું કે વિમાને મુંબઈથી ઉડાન ભરી હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે પરત ફરવું પડ્યું હતું. અધિકારીએ કહ્યું કે શિંદે અને ફડણવીસ બાદમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં જોડાયા હતા.

Back to top button