ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
આંદામાન અને નિકોબાર ટાપુ ભૂકંપથી હચમચ્યા, રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતા


HD ન્યુઝ ડેસ્કઃ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.9 આંકવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, શનિવારે સવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પોર્ટ બ્લેર નજીક 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
એક વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યોઃ એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર પોર્ટ બ્લેરથી 126 કિમી દક્ષિણપૂર્વ (SE)માં હતું. મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ સપાટીથી 69 કિલોમીટર માપવામાં આવી છે.
અત્યાર સુધી ભૂકંપના કારણે જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી.
આ પણ વાંચોઃ પાકિસ્તાન જવા માટે જયપુર એરપોર્ટ પહોંચી સગીર, સુરક્ષાકર્મીએ પોલીસને સોંપી