…અને ચાઇનીઝ જેટ યુએસ મિલિટ્રી જેટને ટકરાતા બચ્યુંઃ ડ્રેગન પર ઉશ્કેરણીનો આરોપ
અમેરિકન સેનાએ જણાવ્યુ કે 21ડિસેમ્બરે સાઉથ ચાઇના સી પર રૂટિન ઓપરેશન દરમિયાન એક ચીની ફાઇટર જેટ એરફોર્સના વિમાન સાથે ટકરાવાથી સહેજ બચી ગયું.
ચીનનું ફાઇટર જેટ અમેરિકન એરક્રાફ્ટની એટલી નજીક આવી ગયું કે બંનેની વચ્ચે માત્ર 20 ફૂટનું અંતર રહી ગયું હતું. અમેરિકન આર્મીએ નિવેદન જાહેર કરી ચીનની સેનાના પાઇલટ પર ખતરનાક રીતે J-11 જેટ ઉડાડવાનો આરોપ લગાવ્યો છે.
દુર્ઘટના થતા થતા રહી ગઇ
અમેરિકાએ કહ્યું કે ચીનની પાઇલટના સ્ટંટ મોટી દુર્ઘટનામાં બદલાઇ શકતા હતા. ચીનનું ફાઇટર જેટ અમેરિકન એરફોર્સ RC-135 પ્લેનની સીધી લાઇનમાં આવી ગયું હતું. ત્યાર બાદ અમેરિકન પાઇલટે બંનેની ટક્કર ન થાય તેના માટે બહુ કોશિશ કરવી પડી. અમેરિકાએ ચીન પર આક્ષેપ લગાવ્યો કે ત્યાંની સેના સાઉથ ચાઇના સી પર સતત આ પ્રકારે હવાઇ અવરોધો ઊભા કરે છે. જે ખરેખર ચિંતાનો વિષય છે.
આ પણ વાંચોઃ PM મોદીની માતા હીરાબાની પ્રાર્થના સભા અને બેસણું કયા દિવસે અને ક્યારે યોજાશે, જાણો વિગતો