અનસૂયા સેનગુપ્તાએ કાન્સમાં રચ્યો ઈતિહાસ: શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બની

- કોલકાતાની રહેવાસી અનસૂયા સેનગુપ્તાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ જીત્યો
નવી દિલ્હી, 25 મે: દર વર્ષની જેમ આ વર્ષે પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સુંદર પોશાક પહેરેલા સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. આ વખતે ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એકવાર તેના લુક્સના કારણે ચર્ચામાં રહી હતી, જ્યારે પ્રીતિ ઝિન્ટા પણ લાઈમલાઈટમાં છવાઈ ગઈ. ત્યારે આ બધાની વચ્ચે હવે અભિનેત્રી અનસૂયા સેનગુપ્તા પણ ચર્ચામાં આવી છે. કોલકાતાની રહેવાસી અનસૂયા સેનગુપ્તાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈતિહાસ રચ્યો છે. અનસૂયા સેનગુપ્તાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બની ગઈ છે.
View this post on Instagram
કાન્સ 2024 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અત્યારે ચર્ચામાં છે. આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી મનોરંજન જગતના સેલેબ્સ\દિગ્ગજો આવ્યા હતા. 14મી મેથી શરૂ થયેલી આ ઈવેન્ટનો આજે એટલે કે 25મી મેના રોજ છેલ્લો દિવસ છે. આ વર્ષના ફિલ્મ ફેસ્ટિવલમાં કોલકાતાની અનસૂયા સેનગુપ્તા સહિત ભારતમાંથી ઘણા લોકોએ ભાગ લીધો હતો.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈતિહાસ રચાયો
કોલકાતાની રહેવાસી અનસૂયા સેનગુપ્તાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, 2024માં ઈતિહાસ રચ્યો છે. શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનારી તે પ્રથમ ભારતીય બની છે. તેને આ એવોર્ડ ફિલ્મ ‘ધ શેમલેસ(The Shameless)’ માટે મળ્યો છે. આ મૂવીમાં, અનસૂયા એક વેશ્યાની ભૂમિકા ભજવે છે જે એક પોલીસકર્મીને ચાકુ મારીને દિલ્હીના વેશ્યાલયમાંથી ભાગી જાય છે.
અનસૂયા સેનગુપ્તાને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના અન સર્ટન રિગાર્ડ સેગમેન્ટમાં શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી હતી. એવોર્ડ જીત્યા પછી, અનસૂયા સેનગુપ્તાએ કહ્યું કે, “બધા માટે સમાનતાની લડાઈ લડવા માટે તમારે સમલૈંગિક હોવું જરૂરી નથી. આપણે ફક્ત ખૂબ જ સંસ્કારી માણસો બનવાની જરૂર છે.” આ સાથે, તેણે આ જીત માટે ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકોનો આભાર પણ માન્યો હતો.
કોણ છે અનસૂયા સેનગુપ્તા?
મૂળ કોલકાતાની અનસૂયા સેનગુપ્તાએ નેટફ્લિક્સ શો ‘મસાબા મસાબા’નો સેટ ડિઝાઇન કર્યો હતો. તેણીએ પ્રોડક્શન ડિઝાઇનર અને હવે અભિનેત્રી તરીકે પોતાની ઓળખ બનાવી છે.
ફિલ્મ ‘ધ શેમલેસ’ માટે એવોર્ડ મળ્યો
અભિનેત્રી અને પ્રોડક્શન ડિઝાઇનર અનસૂયા સેનગુપ્તાને આ એવોર્ડ ફિલ્મ ‘ધ શેમલેસ (બેશરમ)‘ માટે મળ્યો છે. આ ફિલ્મમાં તેની એક્ટિંગની કલાને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
આ પણ જુઓ: શું હાર્દિક પંડ્યાના ડિવોર્સ થવા જઈ રહ્યા છે? – સોશિયલ મીડિયા પર ચાલી છે ચર્ચા