જૂનાગઢ: વિસાવદરમાં આભ ફાટ્યું; દોઢ દિવસમાં રેકોર્ડ બ્રેક 22 ઇંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદે ગઈ કાલે જાણે સૌરાષ્ટ્રને બાનમાં લીધુ હોય એમ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વિસાવદરમાં આજે સવાર થી બપોર સુધીમાં વધુ સાડા પાંચ ઇંચ વરસાદ વરસાદતા ચોમેર પાણી-પાણી થઈ ગયું હતું. જ્યારે ભેસાણમાં પણ બપોર સુધીમાં વધુ ચાર ઇંચ વરસાદ પડતા દોઢ દિવસમાં કુલ 14 ઇંચ વરસાદ નોંધાયો છે.
જુનાગઢમાં બારે મેઘ ખાંગા, વિસાવદરમાં દોઢ દિવસમાં 22 ઇંચ વરસાદ
જુનાગઢ જીલ્લામાં વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યમાં સૌથી વધુ વિસાવદરમાં નોંધાયો છે . વિસાવદરમાં આજે સવાર થી બપોર સુધીમાં વધુ સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા દોઢ દિવસમાં રેકોર્ડ બ્રેક 22 ઇંચ વરસાદ વરસતા નીચણવાળા વિસ્તારોમાં પાણીમાં ડૂબ્યા છે. વિસાવદર તાલુકામાં બારે મેઘ ખાંગા થયા છે અને ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અહી જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાઓ નદીમાં ફેરવાયા છે. વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા આંબાજળ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારે ભેસાણમાં પણ બપોર સુધીમાં વધુ ચાર ઇંચ વરસાદ પડતા દોઢ દિવસમાં કુલ 14 ઇંચ વરસાદ નોંધાયો છે.
ઓઝત નદીનો પારો તૂટતા નીચણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
જૂનાગઢમાં ગઈ કાલે દિવસમાં વરસાદ વરસ્યા બાદ મોડી રાત્રે પણ ભારે વરસાદ પડ્યો હતો. જેથી પાણીના વધુ પ્રવાહને કારણે ઓઝત નદીનો પારો તૂટ્યો હતો. પારો તૂટવાને કારણે નીચણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.અને લોકોના ઘરો અને ખેતરો પાણીમાં જૂબી ગયા છે. જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ ભારે વરસાદ પડતાં નાગરિકોના હાલ-બેહાલ થયા હતા.
જૂનાગઢ જિલ્લામાં NDRFની ટીમ તૈનાત
ત્યારે વરસાદની સ્થિતિને જોઇ જૂનાગઢ જિલ્લામાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.નાગરિકો વિપરીત સ્થિતિમાં અટવાય ત્યારે બચાવ કામગીરી માટે પ્રશાસનનું આગોતરું આયોજન કર્યું છે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માત, આબુ ફરવા ગયેલા ચાર મિત્રો કાળનો કોળિયો બન્યા