બાંદ્રાની ગલીઓમાં સ્ટ્રીટ ફૂડની મજા માણતા જોવા મળી અનન્યા પાંડે


તાજેતરમાં વિજય દેવરાકોંડા સાથે ફિલ્મ ‘લિગર’માં જોવા મળેલી અભિનેત્રી અનન્યા પાંડે અવારનવાર ચર્ચામાં આવતી રહે છે. હાલમાં જ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેના કારણે તે ચર્ચાના કેન્દ્રમાં આવી છે. ખરેખર, હંમેશા લક્ઝરી વાહનોમાં ફરતી અનન્યા સાદગી સાથે રવિવારની મજા માણતી જોવા મળી હતી. અભિનેત્રીએ કારમાંથી નીકળીને સ્કૂટી પર બાંદ્રાના રસ્તાઓ પર ખૂબ જ મસ્તી કરી હતી.
આ પણ વાંચો : સાઉથ એક્ટ્રેસ હંસિકા મોટવાણીના વેડિંગ ફંક્શનના તસવીરો થઈ વાયરલ, જુઓ એક્ટ્રેસનો રોયલ લુક
સ્ટ્રીટ ફૂડ એન્જોય કરતી જોવા મળી અનન્યા પાંડે
આ સિવાય અનન્યા પાંડે સ્ટ્રીટ ફૂડ એન્જોય કરતી પણ જોવા મળી હતી. અભિનેત્રીએ આ તસવીરો અને વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. આ સાથે તેણે એક ફની કેપ્શન પણ આપ્યું છે. અભિનેત્રીએ લખ્યું, ‘રવિવારે બાંદ્રાની ગલીઓમાં ફરવા જેવું કંઈ ન હોઈ શકે.’ રજાઓ માટે બહાર આવેલી અનન્યા સફેદ ક્રોપ ટોપ અને કાર્ગો પેન્ટમાં જોવા મળી હતી.

ફેન્સની સાથે સેલેબ્સે પણ આપી પ્રતિક્રિયાઓ
આ તસવીરો પર ફેન્સની સાથે સેલેબ્સની પ્રતિક્રિયાઓ પણ સામે આવી હતી. આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને લખ્યું, ‘મને પણ તમારી સાથે લઈ જાઓ.’ જણાવી દઈએ કે અનન્યા પહેલા અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા પણ સ્ટ્રીટ ફૂડ એન્જોય કરતી જોવા મળી હતી. નવ્યાએ તેની દાદી જયા બચ્ચન સાથે ભોપાલમાં સ્ટ્રીટ ફૂડની મજા માણી હતી.
આયુષ્યમાન ખુરાના સાથે ‘ડ્રીમ ગર્લ 2’માં જોવા મળશે અનન્યા
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનન્યા ટૂંક સમયમાં આયુષ્યમાન ખુરાના સાથે ‘ડ્રીમ ગર્લ 2’માં જોવા મળશે. આ પહેલા અનન્યા હાલમાં જ ફિલ્મ ‘લિંગર’માં જોવા મળી હતી. આ ફિલ્મથી સાઉથનાં મશહુર એક્ટક વિજય દેવરાકોંડાએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.