ટ્રેન્ડિંગમનોરંજન

ફુલોના વરસાદ અને આરતી સાથે અનંત-રાધિકાનું જામનગરમાં ભવ્ય સ્વાગત, જુઓ વીડિયો

  • લગ્નનો ચાર દિવસનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રથમ વખત નવપરિણીત યુગલ અનંત અને રાધિકા ગુજરાતના જામનગર પહોંચ્યા હતા. જ્યાં તેમનું પુષ્પવર્ષા અને આરતી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

17 જુલાઈ, જામનગરઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. લગ્નનો ચાર દિવસનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રથમ વખત નવપરિણીત યુગલ ગુજરાતના જામનગર પહોંચ્યા હતા. જ્યાં તેમનું પુષ્પવર્ષા અને આરતી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જામનગરમાં નવપરિણીત યુગલનું ભવ્ય સ્વાગત

અનંત અને રાધિકા લગ્ન પછી પહેલી વાર જામનગર પહોંચ્યા. જ્યાં નવપરિણીત યુગલનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટની બહાર તેમના માટે ગુલાબના ફૂલોની ચાદર પથરાયેલી હતી. અનંત અને રાધિકા પણ કારમાં સવાર થઈને લોકોને હાથ જોડીને અભિવાદન કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર લોકો પણ અનંત-રાધિકા માટે ચીયર કરતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

સામે આવેલા વીડિયોમાં રાધિકા માથું ઝુકાવીને સૌને પ્રણામ કરતી જોવા મળે છે. અંબાણી પરિવારની આ નાની વહુ રાધિકા આ દરમિયાન ખૂબ જ સાદગીભર્યા અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે પિંક કલરનો સિમ્પલ સૂટ પહેર્યો હતો. બીજી તરફ પત્ની સાથે ટ્વિનિંગ કરતા અનંત ડાર્ક પિંક કલરના કૂર્તામાં જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

અંબાણી પરિવારને જામનગર સાથે ખાસ લગાવ

કપલના લગ્નના ફંકશનની શરૂઆત જામનગરથી જ થઈ હતી. આ શાનદાર જગ્યાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રથમ પ્રી-વેડિંગ સેરેમની યોજાઈ હતી. જ્યાં બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીના સિંગર્સે મહેફિલ જમાવી હતી. આ ઈવેન્ટ પહેલા અનંત અંબાણીએ પણ જામનગર સાથેના તેના કનેક્શનનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે જામનગર તેની દાદીનું ઘર છે. બાળપણનો ઘણો સમય તેણે જામનગરમાં વિતાવ્યો છે, જેના કારણે તેને અને તેના પરિવારને આ શહેર માટે વિશેષ લગાવ છે.

આ પણ વાંચોઃ કેન્સરથી પીડિત હિના ખાનની થઈ સર્જરી, હોસ્પિટલમાં ખરાબ હાલતમાં જોવા મળી

Back to top button