અનંત અંબાણીની સ્પીચે મુકેશ અંબાણીને રડાવી દીધાઃ માહોલ બન્યો ભાવુક
- અનંત અંબાણીએ પ્રી-વેડિંગ ઈવેન્ટમાં એક સ્પીચ આપી હતી. અનંત અંબાણીની સ્પીચે ભાવુક માહોલ બનાવી દીધો અને મુકેશ અંબાણી તો રીતસરના રડી જ પડ્યા હતા.
જામનગર, 2 માર્ચઃ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન જામનગરમાં જોરશોરથી ચાલી રહ્યું છે. બોલિવૂડ સેલિબ્રિટીઝથી લઈને ઈન્ટરનેશનલ સેલિબ્રિટીઝ જામનગરમાં પ્રી-વેડિંગ ઈવેન્ટ્સ એન્જોય કરી રહ્યા છે. આ દરમિયાન અનંત અંબાણીએ એક સ્પીચ આપી હતી. અનંત અંબાણીની સ્પીચે ભાવુક માહોલ બનાવી દીધો અને મુકેશ અંબાણી તો રીતસરના રડી જ પડ્યા હતા.
જ્યારે દેશ-વિદેશની અનેક હસ્તીઓ બેઠી હોય અને નાનો દિકરો સ્ટેજ પર આત્મવિશ્વાસપૂર્વક પોતાના વ્યક્તિગત જીવનમાં આવેલા સુખ- દુ:ખની વાત કરતો હોય ત્યારે સ્વાભાવિક છે દરેક માતા-પિતાની આંખમાં આસું આવી જાય. આવુંજ કંઈક બન્યું જામનગરમાં અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં. અનંત અંબાણીની સ્પીચ સાંભળતી વખતે મુકેશ અંબાણીની આંખમાં આંસૂ આવી ગયા હતા. આ આસું સાથે તેણે દિકરાના આત્મવિશ્વાસને તાળીઓ પાડી બિરદાવ્યો હતો.
અનંત અંબાણીએ સ્પીચમાં શું કહ્યું?
પ્રી-વેડિંગ સેરેમનીમાં અનંતે કહ્યું કે તમે અહીં બધુ જોઈ રહ્યા છો તે બધા પાછળ મારી મમ્મીની મહેનત છે. મારી મમ્મીએ છેલ્લા 4 મહિનાથી દિવસના 19 કલાક સુધી કામ કર્યું છે. હું મારી મમ્મી પ્રત્યે કૃતજ્ઞ છું અને તેમનો આભાર માનું છું. અનંત અંબાણીએ જામનગરમાં આવેલા તમામ મહેમાનોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. મને અને રાધિકાને સ્પેશિયલ ફીલ કરાવવા માટે તમે બધા આવ્યા તેથી તમારો આભાર. તમને જો કોઈ અગવડતા પડી હોય તો હું માફી માગુ છું. અમારા બન્નેના પરિવારને માફ કરી દેજો.
View this post on Instagram
માતા-પિતા, ભાઈ, બહેન અને જીજાજીનો આભાર માન્યો
અનંતે ફરી વખત આભાર માનતા કહ્યું કે મને સ્પેશિયલ ફિલ કરાવવા માટે મારો પરિવાર પણ છેલ્લા ત્રણ મહિનાથી માંડ ત્રણ કલાક સૂતો હશે. અહીંની ખુશી હું તમારા બધા સાથે શેર કરું છું તે વાતનો પણ મને આનંદ છે. મારી લાગણીઓને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. મારું જીવન હંમેશા સુખદાયક નથી રહ્યું. મારા હેલ્થ ઈશ્યૂના કારણે મેં ઘણી તકલીફો સહન કરી છે, પરંતુ મારા માતા-પિતાએ મને કદી એ વાતનો અહેસાસ થવા દીધો નથી. તેઓ હંમેશા મારી સાથે ઊભા રહ્યા છે અને કહેતા હતા કે હું વિચારીશ તો હું કરી શકીશ. અનંતે બહેન ઈશા, જીજાજી આનંદ, ભાઈ-ભાભી, રાધિકાનો અને રાધિકાના પરિવારનો પણ ખુબ આભાર માન્યો હતો.
દાદી મારા પ્રેરણાસ્ત્રોત છેઃ અનંત અંબાણી
અનંત અંબાણીએ દાદી વિશે કહ્યું કે કોકિલા મમ્મી મારા પ્રેરણાસ્ત્રોત છે. હું હંમેશા તેમની પાસેથી પ્રેરણા લેતો હોઉં છું. નાનીએ મને ગર્વ સાથે કહ્યું છે કે તે નાગર બ્રાહ્મણ છે. જ્યારે હું યુવાન હતો ત્યારે મોટાભાગે નાની સાથે રહેતો હતો. મારી સાથે નાનાના આશીર્વાદ પણ છે.
રાધિકાનો માન્યો આભાર, કહ્યું હું 100 ટકા નસીબદાર છું
અનંતે પોતાની જીવનસંગિની રાધિકા વિશે વાત કરતા કહ્યું કે હું 100 ટકા નસીબદાર છું કે મને રાધિકા મળી. સાચે હું દુનિયાની નસીબદાર વ્યક્તિ છું. હું રોજ રાધિકાના પ્રેમમાં પડું છું. જ્યારે રાધિકાને જોઈ ત્યારે મારા હ્રદયમાં પ્રેમનો ભૂકંપ આવ્યો હતો. થેંક યુ વિરેન અંકલ, શૈલા આંટી, અંજલિ અને અમન. તમારા પરિવારમાં મારું ખુલ્લા હાથે સ્વાગત કરવા બદલ આભાર.
આ પણ વાંચોઃ ધનવાન થવું હોય તો કરો આ ખેતી, મળશે બમ્પર નફો, માર્કેટમાં ભારે માંગ