ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

અનંત અંબાણીની પ્રી-વેડિંગ ઈવેન્ટ્સ શરૂઃ મુકેશ અને નીતા કરશે ‘પ્યાર હુઆ…’ ગીત પર ડાન્સ

  • અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં કન્ઝર્વેટરીમાં અદભૂત કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. તેને એક ખાસ નામ આપવામાં આવ્યું છે, ‘એવરલેન્ડમાં એક સાંજ’. અહીં સંગીત, નૃત્ય, વિઝ્યુઅલ આર્ટ અને અનેક સરપ્રાઈઝનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર, 1 માર્ચઃ જામનગરમાં દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ આજથી એટલે કે 1 માર્ચથી થઈ ચૂક્યો છે. આજે 5.30 વાગ્યે પહેલી ઈવેન્ટ યોજાઈ છે. આ ઉપરાંત હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો પત્ની નીતા અંબાણી સાથેનો ડાન્સ. મુકેશ અને નીતા હિન્દી સિનેમાના આઈકોનિક સોંગ પર પર્ફોમન્સ આપવાના છે અને તેનો રિહર્સલ વીડિયો સામે આવ્યો છે. કપલના એક્સપ્રેશન અને અંદાજ જોવા લાયક છે. આ અગાઉ આ કપલે મોટા દીકરા આકાશ અંબાણીના લગ્નમાં પણ પર્ફોમન્સ આપી ચૂક્યા છે.

અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં ત્રણ દિવસ સુધી શું હશે, અહીં જુઓ એક ઝલક hum dekhenge news

અનંત અંબાણી આ વર્ષે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. લગ્ન તો જુલાઈ મહિનામાં યોજાવાના છે અને બંનેના લગ્ન મુંબઈમાં થશે, પરંતુ તે પહેલા તેઓ જામનગરમાં તેની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. આ ગ્રાન્ડ સેલિબ્રેશનમાં સ્ટાર્સનો જમાવડો થયો છે. આ મેગા ઈવેન્ટમાં બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીના સ્ટાર્સ પહોંચી રહ્યા છે. ઘણા સ્ટાર્સ અહીં પરફોર્મ પણ કરશે. પરફોર્મિંગ સ્ટાર્સની યાદીમાં હોલિવૂડ સિંગર રિહાનાનું નામ પણ સામેલ છે. નીતા અંબાણીએ એક વીડિયોમાં જણાવ્યું હતું કે જામનગરની પોતાની સંસ્કૃતિને તેઓ સેલિબ્રેટ કરવા ઈચ્છે છે અને તેથી દીકરાનું પ્રી-વેડિંગ અહીં કર્યું છે.

આ સ્ટાર્સ મચાવશે ધમાલ

શાહરૂખ ખાન અને રણબીર કપૂર તેમના આખા પરિવાર સાથે જામનગર પહોંચી ચૂક્યા છે. માર્ક ઝકરબર્ગ જેવા અનેક વિદેશી ઉદ્યોગપતિઓ આ પ્રી-વેડિંગ ઈવેન્ટમાં હાજરી આપવા આવ્યા છે. આ સિવાય આ ઈવેન્ટને વધુ ભવ્ય બનાવવા માટે સલમાન ખાન, ઈવાન્કા ટ્રમ્પ, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ જેવા ઘણા બોલિવૂડ સ્ટાર્સ આવ્યા છે. રિહાના સિવાય અરિજિત સિંહ, પ્રીતમ, બી પ્રાક, દિલજીત દોસાંઝ, હરિહરન અને અજય-અતુલ પરફોર્મ કરશે. રોબિન, ફેન્ટી, જે બ્રાઉન અને એડમ બ્લેકસ્ટોન જેવા વિદેશી સ્ટાર્સ પણ પર્ફોમ કરશે. આ ઉપરાંત ત્રણ દિવસ માટે અલગ-અલગ થીમ અનુસાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં ત્રણ દિવસ સુધી શું હશે, અહીં જુઓ એક ઝલક hum dekhenge news

1 માર્ચના રોજ થશે આ કાર્યક્રમ

આજે (1 માર્ચે) કન્ઝર્વેટરીમાં અદભૂત કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. તેને એક ખાસ નામ આપવામાં આવ્યું છે, ‘એવરલેન્ડમાં એક સાંજ’. અહીં સંગીત, નૃત્ય, વિઝ્યુઅલ આર્ટ અને અનેક સરપ્રાઈઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે એક ખાસ ડ્રેસ કોડ છે, જે મુજબ લોકોએ કોકટેલ સ્ટાઈલમાં ડ્રેસ અપ કરવાનો છે.

2 માર્ચે થશે આ બે કાર્યક્રમ

2 માર્ચે સવારે 11.30 થી બપોરે 3 વાગ્યા સુધી અન્ય એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેને ‘અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ’ નામ આપવામાં આવ્યું છે. તેનું આયોજન વનતારા રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. આ માટે પણ મહેમાનોએ એક અલગ ડ્રેસ કોડ ફોલો કરવો પડશે, જે જંગલ ફીવર થીમ પર છે. એટલે કે સ્ટાર્સે જંગલના જીવો જેવો ડ્રેસ પહેરવો પડશે. આ સાથે દરેકને આરામદાયક ફૂટવેર પહેરવાનું પણ કહેવામાં આવ્યું છે.

2 માર્ચની સાંજે એક મેળાનું પણ આયોજન કરાયું છે, તેમાં નાચવાનું-ગાવા હશે, તે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. તેના માટે ડ્રેસ કોડ ડેઝલિંગ દેશી રોમાન્સ રખાયો છે. લોકોએ ભારતીય અતરંગી પરિધાનમાં આવવું પડશે. આ સાથે ડાન્સ માટે યોગ્ય જૂતા પહેરવાનું પણ કહેવાયું છે. આ સંપૂર્ણ રીતે એક મ્યુઝિકલ નાઈટ થવાની છે.

3 માર્ચે આ થીમ પર યોજાશે ઈવેન્ટ

આ ઉપરાંત 3 માર્ચે સવારે 11 થી 2 વાગ્યા સુધી લંચનું આયોજન કરવામાં આવ્યું છે. તે હરિયાળીની વચ્ચે રાખવામાં આવ્યું છે, જ્યાં મહેમાનો ખીણોનો આનંદ માણી શકશે. તેનું આયોજન ગજવનમાં કરવામાં આવ્યું છે. આ માટે ખાસ થીમ પણ રાખવામાં આવી છે. કેઝ્યુઅલ ચિક કપડામાં લોકોને આવવાનો અનુરોધ કરાયો છે. આજ દિવસે સાંજે 6 વાગ્યે રાધા-કૃષ્ણ મંદિર પર હસ્તાક્ષર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દરેકને ભારતીય વસ્ત્રોમાં આવવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ માર્ચની મહત્ત્વની તારીખો નોંધી લો, કયા વ્હીકલ અને સ્માર્ટફોન થશે લૉન્ચ?

Back to top button